રાવણના રોલ માટે પહેલી પસંદ હતા અમરીશપુરી, આવી રીતે મળ્યો હતો અરવિંદ ત્રિવેદીને રાવણનો રોલ

રામાનંદ સાગરની લોકપ્રિય ધારાવાહિક રામાયણમાં રાવણનું પાત્ર નિભાવનાર અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ છે. અરવિંદ ત્રિવેદી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. વર્ષ 1985માં રામાયણ ધારાવાહિકમાં રાવણના પાત્રએ તેમને અમર કરી દીધા હતા. પરંતુ શું તમે જાણો છો કે આ રોલ અમરીશ પુરી નિભાવવાના હતા. રામાયણના રામ એટલે કે અરુણ ગોહિલે એક વીડિયોમાં જણાવ્યુ હતુ કે રામાયણમાં રાવણ નહિ પરંતુ કેવટા રોલનું ઓડિશન આપવા પહોંચ્યા હતા અરવિંદ ત્રિવેદી.

જો કે, તેમની બોડી લેંગ્વેજથી ખુશ થઇને રામાનંદ સાગરે તેમને રાવણનો રોલ આપી દીધો હતો. અરવિંદ ત્રિવેદીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, રામાનંદ સાગરે મને સ્ક્રિપ્ટ વાંચવા કહ્યુ હતુ. હું જયારે સ્ક્રિપ્ટ પાછી આપવા માટે ગયો ત્યારે રામાનંદ સાગરે મને રોક્યો અને કહ્યુ કે, મને મારો લંકેશ મળી ગયો છે. રામાનંદ સાગરે રાવણના રોલ માટે લગભગ 400 જેટલા ઓડિશન લીધા હતા. પરંતુ તેમને તેમનો લંકેશ મળ્યો ન હતો. રામાનંગ સાગરે ઘણી ફિલ્મો જોઇ હતી અને એમાં તેમને ગુજરાતી કુંવરબાઇનું મામેરુ નામની ફિલ્મ જોઇ અને તે બાદ અરવિંદ ત્રિવેદીનો સંપર્ક કર્યો હતો.

ટાઇમ્સ નાઉના રીપોર્ટ અનુસાર ધારાવાહિકમાં રામનો રોલ પ્લે કરતા અભિનેતાએ કહ્યુ હતુ કે, રામાયણની કાસ્ટ ઇચ્છતી હતી કે રાવણનો રોલ અમરીશપુરીને મળે જો કે, તેમણે આ રોલ માટે ના કહી દીધી હતી. રાવણના પાત્રની લોકપ્રિયતા જબરદસ્ત બની ગઇ હતી. આ ધારાવિહક જયારે સમાપન તરફ હતી અને રાવણવધનો એપિસોડ આવ્યો ત્યારે દેશભરના કરોડો દર્શકોના આંખમાં આસુ આવી ગયા હતા. રાવણનો વધ થયો ત્યારે આખો દેશ રડ્યો હતો.

Shah Jina