લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે… 3000 કરોડથી પણ વધારેની ઉચાપત કરીને કંપનીને તાળા મારી દેનારા ઠગ દંપતીની પોલીસે આખરે કરી લીધી ધરપકડ
Vishwamitra india pariwar case: આપણા ગુજરાતમાં એક કહેવત ખુબ જ પ્રચાલતી છે, કે “લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે”, આ કહેવત તમે ઘણીવાર સાચી પડતી પણ જોઈ હશે. ઘણા લોકો ઘણી રોકાણ કંપનીઓમાં સારું વળતર મળેવવાની લાલચમાં આવીને રૂપિયા રોકતા હોય છે અને પછી આવી ફ્રોડ કંપનીઓ ઉઠી જતા તેઓ રાતા પાણીએ રડતા પણ હોય છે.
ત્યારે હાલમાં જ અમદાવાદની અંદર રોકાણકારોને મોટું વળતર આપવાની લાલચ આપીને કરોડોનું ફુલેકુ ફેરવનાર દંપતીની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી લીધી છે. આ દંપતીએ છેલ્લા 5 વર્ષમાં 3000 કરોડથી પણ વધુનું કૌભાંડ આચર્યું હતું અને પછી ફરાર થઇ ગયું હતું. જેના બાદ પોલીસ તેમનો શોધખોળ કરી રહી હતી અને આખરે તે લખનઉથી પકડાયું છે.
આ ગુન્હામાં તેમની સાથે અન્ય 5 આરોપીઓ પણ સંડોવાયેલા હતા, જેમની હાલ પોલીસ તપાસ કરી રહી છે. આ દંપતીએ ગુજરાત સહિત દેશભરમાં “વિશ્વામિત્રી ઇન્ડિયા પરિવાર લિમિટેડ”ની 650થી પણ વધુ બ્રાન્ચ ખોલી હતી. જેમાં તેમને રોકાણકારોને 12થી 18 ટકા સુધી રિટર્ન આપવાની લાલચ આપી હતી.
આ દંપતી કુલ 3000 કરોડથી પણ વધારેનું ફુલેકુ ફેરવીને ફરાર થઇ ગયું હતું. છેલ્લા પાંચ વર્ષથી સીઆઇડી ક્રાઇમ આરોપી ઠગ દંપતી મનોજકુમાર લક્ષ્મીચંદ ચાંદ અને બંધના ચાંદની શોધખોળ કરી હતી. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે તે લખનઉમાં છુપાયા છે. જેના બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ દંપતીએ ફક્ત ગુજરાતમાંથી જ 300 કરોડનું કૌભાંડ આચર્યું હતું.