અમદાવાદ : ખુશી ખુશી ઘર જમાઇ બનેલા યુવકના આપઘાતના 3 મહિના બાદ 9 આરોપી સાસરિયાની ધરપકડ, ગર્ભવતી પત્ની…

યુવકના આપઘાતના 3 મહિને સાસરિયાઓની ધરપકડ:સરખેજ પોલીસે સાસુ-સસરા સહિત 9ની ધરપકડ કરી, ગર્ભવતી પત્નીને HCના વચગાળાના જામીન

Ahmedabad: અમદાવાદનો એક કિસ્સો છેલ્લા બે-ત્રણ દિવસથી ઘણો ચર્ચામાં છે અને તે સરખેજ વિસ્તારનો છે. જ્યાં સાસરિયાંના ત્રાસથી એક ઘર જમાઇએ આપઘાત કરી લીધો. અક્ષય ચૌધરીના આપઘાત બાદ તેના પરિવારે તેના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી અને કુલ 12 લોકોને આરોપી ઠેરવ્યા હતા. ત્યારે અક્ષયના આપઘાતના ત્રણ મહિના બાદ 12માંથી 9 આરોપીઓની ધરપકડ કરાઇ છે. અક્ષય સરખેજમાં જ આવેલી ટોરેન્ટો પાવરની ઓફિસમાં નોકરી કરતો અને ત્યાં જ આ વર્ષે તેણે માર્ચ મહિનામાં આપઘાત કર્યો હતો.

આ પહેલા તેણે એક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તેણે પત્ની, સાસુ-સસરા, મામા સસરા, માસી સાસુ, સાઢુ અને સાળીને જવાબદાર ગણાવ્યા હતા. આ સાથે ગંભીર આક્ષેપ પણ લગાવ્યા હતા. આ વીડિયો તેણે વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ પણ કર્યો હતો. મૃતકના પરિવાર દ્વારા દીકરાના આપઘાત બાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જો કે, આરોપીઓ નાસતા ફરતા હતા અને પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પણ ઝોન-7 પોલીસ સ્ટેશનની એક સ્પેશિયલ ટીમ તેમને પકડવા બનાવવામાં આવી હતી.

જે બાદ બાતમીના આધારે ટીમ વડોદરા પહોંચી અને 12 આરોપીઓમાંથી 9ની ધરપકડ કરી. જે આરોપીઓની ધરપકડ કરાઇ છે તેમાં પ્રવિણ શિકારી, ધર્મેન્દ્ર દંતાણિયા, ગીરિશ સિસોદિયા, અમિત ચુનારા, જ્યોતિકા, શિલ્પા, ધર્મિષ્ઠા, ભાવિકા અને ભારતીનો સમાવેશ થાય છે. પોલીસ અનુસાર, ઘણા સમયથી મૃતકને ઘરજમાઈ બનવા માટે દબાણ કરવામાં આવતુ અને આ સિવાય અવારનવાર પૈસા પણ માગતા.

જો કે, મૃતકની પત્ની ગર્ભવતી હોવાથી હાઈકોર્ટે તેને વચગાળાના જામીન આપ્યા હતા અને અનિલ અને નવનિત હજી પણ ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે. અક્ષય ચૌધરી ટોરેન્ટ પાવરમાં નોકરી કરતો અને વેજલપુરમાં પરિવાર સાથે રહેતો. અક્ષયના લગ્ન પ્રિંયકા સાથે 4 ડિસેમ્બર 2022ના રોજ થયા હતા. તે બાદ અક્ષય 25 દિવસ માટે પત્ની સાથે ફરવા ગયો અને પછી પત્ની સાસરે આવી અને તેણે પોતાનું અસલી રૂપ બતાવ્યું.

તેણે અક્ષયને ઘર જમાઈ બનાવવા દબાણ કર્યું અને પ્રિયંકા અવારનવાર અક્ષયના માતા-પિતા અને બહેનની ફરિયાદ કરતી. અક્ષય પત્નીને ખુશ રાખવા ઘર જમાઈ બની પણ ગયો પરતું લગ્નના 3 મહિનામાં જ પ્રિંયકાએ અક્ષયને માનસિક અને શારીરિક ત્રાસ આપતા અને ગર્ભવતી હોવાથી તેણે પોતાના સંતાનનો ચહેરો અક્ષયને નહિ જોવા દેવાની ધમકી આપતા અક્ષયે આપઘાત કરી લીઘો.

Shah Jina