તૂટેલા-ફૂટેલા ઘરમાં રહે છે જેની ઘરેથી 50 કરોડ રોકડા માંડ્યા એ અભિનેત્રીની માતા, મમ્મીને જાણતી ન હતી કે અર્પિતા પાસે આટલા બધા પૈસા છે

આવી હાલતમાં રહે છે લગ્ઝરી લાઈફ જીવનારી અર્પિતા મુખર્જીની માતા, માતાને ખબર ન હતી કે મારી દીકરી…

પશ્ચિમ બંગાળના ચર્ચિત શિક્ષા ભર્તી  ઘોટાળાની જાંચ હવે મંત્રીઓ સુધી પહોંચી ચુકી છે. આ તપાસમાં પરિવર્તન નિદેશાલય (ED) એ શિક્ષક ભર્તી ઘોટાળાનાં સંબંધમાં રાજ્યમાં મંત્રી પાર્થ ચટર્જી અને નજીકની સહિયોગી અર્પિતા મુખર્જીના આવાસ પર છાપામારી કરવામાં આવી હતી. આ રેડમાં EDએ અર્પિતાના ઘરેથી 50 કરોડથી વધારે રૂપિયા જપ્ત અને 5 કિલો સોનુ જપ્ત કર્યા છે. જેમાં 2000 અને 500 રૂપિયાના બંડલ્સ હતા, માનવામાં આવી રહ્યું છે કે અર્પિતા મમતા બેનર્જી સરકાર મંત્રી પાર્થ ચટર્જીની સહાયક છે.

30 વર્ષની અર્પિતા મુખર્જી ગત 10 વર્ષોથી પૂર્વ મંત્રી પાર્થ ચટર્જીની સાથે કનેક્શનમાં છે. ED  ના આધારે અર્પિતા દસ વર્ષોથી ફાઇનૅન્શિયલ અને જમીનોના મામલામાં પાર્થની સાથે જોડાયેલી છે. પણ એશો આરામથી જીવનારી કેશ કવિન એવી અર્પિતાની મા બેહાલીનું જીવન જીવી રહી છે. અર્પિતાની મા મિનતી મુર્ખજી તૂટેલા ફૂટેલા ઘરમાં રહે છે અને તેની પાસે સુવિધાઓની પણ ખોટ છે, જ્યા એક તરફ દીકરી લગ્ઝરી લાઈફ જીવી રહી છે જયારે બીજી તરફ માની પાસે જરૂરિયાતોને પુરી કરવા માટે પૂરતો સામાન પણ નથી.

અર્પિતાનુ આ પુશ્તેની મકાન ઉત્તર 24 પરગણાના બેલઢોરીયા વિસ્તારમાં છે, અહીં અર્પિતાની મા એકલી જ રહે છે. આ મકાન 50 વર્ષ જૂનું છે અને હાલ તે એકદમ ખંડિત હાલત માં છે, અને અનેક જગ્યાએથી તૂટી ગયું છે. અહીં રહેતી અર્પિતાની બીમાર મા પાસે લગ્ઝરી સામાન નથી. બીમાર માની દેખભાળ કરવાને બદલે અર્પિતાએ બે હેલ્પરની વ્યવસ્થા કરેલી છે, જે તેના ભોજન અને અન્ય જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. ત્યાં રહેનારા અન્ય લોકોના આધારે અર્પિતા કોઈક વાર માને મળવા માટે એક કાર દ્વારા આવતી હતી,પણ અહીં લાંબા સમય સુધી રોકાતી ન હતી.

અર્પિતા પોતાની મા ને અનાજ-કરિયાણું અને દવાઓ આપવા માટે આવતી હતી પણ ક્યારેય  પૈસા આપ્યા ન હતા. તે ઘણા વર્ષો પહેલા જ આ ઘર છોડી ચુકી છે. પહેલા તેણે સિરિયલોમાં કામ કર્યું,  જેના બાદ ફિલ્મોમાં પણ કામ કર્યું, પણ તેણે ક્યારેય કોઈને જણાવ્યું  જ ન હતું કે તેની પાસે આટલા બધા પૈસા છે.

જ્યારે ટિમ અર્પિતાની મા ને મળવા તેના ઘરે પહોંચી તો ઘરના દરવાજા પર તાળું લગાડેલું હતું. ઘણા સમય બાદ તેણે અંદરથી ચાવી આપી અને કહ્યું કે,”હું કોઈની સાથે વાત કરવા નથી માંગતી પણ તમે લોકો આવ્યા છો તો ભાગવા નથી માંગતી. મને તો પાડોશીઓએ કહ્યું કે ઘરે તાળું લગાડીને જ રાખજો અને કોઈની સાથે વાત ન કરો”.

અર્પિતાના ઘરેથી પહેલાથી જ નોટના બંડલ્સ મળ્યા હતા ને ફરીથી જાંચ કરવામાં આવી તો અર્પિતાના અન્ય ચાર ફ્લેટ્સની જાણકારી મળી અને ત્યારબાદ અર્પિતાની લગ્ઝરી ગાડીઓની જાણ થઇ છે. જો કે અર્પિતાના ડ્રાઇવરે પણ જણાવ્યું છે કે તેની પાસે ઘણી લગ્ઝરી ગાડીઓ છે, જો કે એમાંની અમુક મહિનોથી ગાયબ છે.

તે વ્યવસાયથી એક અભિનેત્રી અને મૉડલ છે અને તે બાંગ્લા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર સાથે અમુક ફિલ્મોમાં સાઈડ રોલ કરી ચુકી છે.તેણે ઓડિશા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોમાં પણ કામ કર્યું છે, આ સિવાય તે તમિલ ફિલ્મોનો પણ હિસ્સો રહી ચુકી છે.ED આવનારા દિવસોમાં અન્ય જગ્યાઓ પર પણ છાપામારી કરી શકે તેમ છે.

Krishna Patel