અર્જુન રામપાલના દીકરાની ક્યુટનેસ આગળ તો ફેલ છે તૈમુર, તસવીરો જોઇ વિશ્વાસ નહિ કરી શકો…

કરીનાના લાલ તૈમુર અને જેહને પછાડી દે છે અર્જુન રામપાલનો દીકરો એરિક, ક્યુટનેસમાં તો નાના નવાબ ફેલ ?

બોલિવુડની દુનિયામાં સ્ટાર કિડ્સ હંમેશા ચર્ચામાં રહે છે. સિને સ્ટાર્સના બાળકો નાની ઉંમરથી જ લાઇમલાઇટમાં રહે છે. બી ટાઉનના છોટે નવાબ સૈફ અલી ખાન અને કરીના કપૂરના મોટા દીકરા તૈમુર અલી ખાનને આજે કોઇ ઓળખની જરૂર નથી. મોટા સ્ટાર્સથી વધારે તો તે ચર્ચામાં રહે છે. પરંતુ હવે તૈમુરને ટક્કર આપવા માટે વધુ એક સ્ટાર કિડ્સ ખબરોમાં આવી ગયો છે.

બોલિવુડની દુનિયામાં નામ કમાવી ચૂકેલા અભિનેતા અર્જુન રામપાલ અને તેમની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલાના દીકરા અરિક તૈમુરને ટક્કર આપે છે. સોશિયલ મીડિયા પર અર્જુનના દીકરાની તસવીર ઘણી વાયરલ થઇ રહી છે. લોકો અરિકને તૈમુરનો કોમ્પીટીટર જણાવી રહ્યા છે.

અર્જુન રામપાલનો દીકરો અરિક બે વર્ષનો થઇ ચૂક્યો છે. તેની માસૂમિયત અને ક્યુટનેસ જોવાલાયક છે. વર્ષ 2019માં ગ્રેબિએલાએ અરિકને જન્મ આપ્યો હતો. અર્જુને દીકરાને જન્મ બાદથી જ લાઇમલાઇટ અને ચર્ચાથી દૂર રાખ્યો છે. અર્જુન તેની ગર્લફ્રેન્ડ અને દીકરા સાથે ખૂબ જ સારુ જીવન વીતાવી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, અર્જુન રામપાલના લગ્ન પૂર્વ મિસ ઇંડિયા અને સુપરમોડલ મેહર જેસિયા સાથે થયા હતા. આ લગ્નથી તેમને બે દીકરીઓ છે, જેનું નામ માહિકા અને માયરા છે. આ લગ્નથી અલગ બાદ તેઓ ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા સાથે રહે છે અને તે બંનેને એક દીકરો છે, જે હવે 2 વર્ષનો થઇ ગયો છે.

અર્જુન તેમની ગર્લફ્રેન્ડ અને દીકરા સાથે બુડાપેસ્ટમાં છે. તેમના દીકરાનો હાલમાં જ જન્મદિવસ હતો. આ અવસર પર અભિનેતાએ તસવીરો શેર કરી હતી. આ તસવીરો અર્જુને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.

તસવીરોમાં તેઓ અરિક સાથે નજર આવી રહ્યા છે. કેટલીક તસવીરોમાં તેમની ગર્લફ્રેન્ડ પણ જોવા મળી રહી છે. અર્જુન તેમના દીકરા સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

તસવીરો શેર કરતા અર્જુને લખ્યુ છે કે, મારો પ્રેમાળ દીકરો. તમે 2 વર્ષના થઇ ગયા છો, એવામાં એક પરિવાર રીતે હું ઘણુ ધન્ય મહેસૂસ કરી રહ્યુ છુ. પ્રેમ અને આનંદ તમારા આવવાથી જીવનમાં આવ્યો છે. તમને બીજા જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

અર્જુન બુડાપેસ્ટમાં ફિલ્મ “ધાકડ”ની શુટિંગ કરી રહ્યા છે. હાલમાં જ તેમણે આ ફિલ્મની શુટિંગ ખત્મ કરી છે. બુડાપેસ્ટમાં તેઓ તેમની ગર્લફ્રેન્ડ અને દીકરા બંને સાથે ઘણુ એન્જોય કરી રહ્યા છે.

Shah Jina