48 વર્ષના મલાઈકા અરોરાના પ્રેમી અર્જુન કપૂરે 15 મહિનામાં જાડિયાપાડિયામાંથી ગજબની બોડી બનાવી, મલાઈકા અને તેના ફેન્સ જોતા જ ચોંકી ઉઠશે

બોલિવૂડમાં એકથી એક જોરદાર અભિનેતા છે જેમને તેમની બોડી અને દમદાર ફિટનેસના કારણે ઓળખાતા હોય છે. તેવામાં અર્જુન કપૂરની ફિટનેસ જર્ની પણ લોકો માટે પ્રેરણાદાયક થઇ શકે છે. બાળપણથી જ તેનું વજન વધારે હતું, પરંતુ કેટલાક વર્ષોમાં તેણે તેની ફિટનેસ પર ખાસ ધ્યાન આપ્યું અને હવે એકદમ ફિટ દેખાઈ રહ્યા છે. અભિનેતાએ થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.

અભિનેતાએ એક મોટિવેશન પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે તેની ફિટનેસ જર્ની વિશે શેર કર્યું છે. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે જે 15 મહિનાના પહેલાની છે. એક તસવીરમાં ફેબ્રુઆરી 2021ની છે જયારે બીજી તસવીર મે 2022ની છે. સામે આવેલી તસવીરમાં પહેલામાં અર્જુન પરફેકટ્ એબ્સની સાથે ફિટ બોડીમાં ખુબ જ સ્માર્ટ નજર આવી રહ્યા છે તેમજ બીજી તસવીરમાં તેનું વધેલું વજન નજર આવી રહ્યું છે.

અર્જુન કપૂરે તેના એબ્સની એક ઝલક શેર કરી છે પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે,’15 મહિનાનું કામ પ્રગતિ પર છે. મને આ યાત્રા પર ખુબ જ ગર્વ છે. ફેબ્રુઆરી 2021થી મે 2022 સુધીનો સમય કઠિન રહ્યો હતો પરંતુ હું ખુશ છું. સાથે જ અભિનેતાએ લખ્યું કે મેં હવે પોતાની જાતને પ્રેમ કરતા શીખી લીધું છે. બાળપણમાં મારા વધેલા વજનને કારણે અભિનેતાએ ફિલ્મોમાં એન્ટ્રી કર્યા પછી પોતાની ફિટનેસ પર ખુબ ધ્યાન આપ્યું છે.

અર્જુન કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હમણાં જ હોરર કોમેડી ‘ભૂત પોલીસ’માં સૈફ અલી ખાન, જેકલીન ફર્નાડીસ અને યામી ગૌતમ સાથે નજર આવ્યા હતા. પાછળના વર્ષે તે ‘સંદીપ અને પિંકી ફરાર’માં નજર આવ્યા હતા જેમાં તેની સાથે પરિણીતી ચોપરા હતી. તેમજ હવે તેનો તેનો આગળનો પ્રોજેક્ટ દિશા પટની, તારા સુતારીયા અને જોહ્ન અબ્રાહમ સાથે ‘એક વિલન 2’માં નજર આવશે. તેમજ ભૂમિ પેડનેકર સાથે જલ્દી ‘ધ લેડી કિલર’માં નજર આવશે.

અભિનેતા અર્જુન કપૂર ઘણા લાંબા સમયથી બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાની સાથે તેના સંબંધોને લઈને ચર્ચામાં છે. અર્જુન અને મલાઈકા છેલ્લા ઘણા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે તેવામાં ચાહકો આતુરતાથી બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે.

Patel Meet