અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ તેનાથી છે 22 વર્ષ નાની…ગ્લેમરમાં આપે છે મોટી-મોટી અભિનેત્રીઓને ટક્કર, જુઓ બોલ્ડ ફિગર

મલાઇકાને છૂટાછેડા આપ્યા બાદથી પોતાનાથી 22 વર્ષ નાની આ હસીનાને ડેટ કરી રહ્યા છે અરબાઝ ખાન, બનશે બી ટાઉનના મોટા પરિવારની વહુરાણી

બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમને તેમના લગ્ન તોડ્યા બાદ પ્રેમ મળ્યો. એવું કહેવું ખોટું નહીં હોય કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંબંધો બનવા અને તૂટવા બંને ખૂબ જ સામાન્ય છે. દરરોજ કોઈના અફેરના સમાચાર સામે આવે છે તો કોઈના છૂટાછેડાના. કહેવાય છે કે પ્રેમમાં વ્યક્તિ કશું જોતી નથી, પ્રેમ તો બસ થઇ જાય છે.

આજની તારીખમાં, બોલિવૂડમાં ઘણા એવા કપલ છે જેમની ઉંમરમાં ઘણા વર્ષોનું અંતર છે. પછી તે મલાઈકા અર્જુન હોય કે અરબાઝ ખાન અને જોર્જિયા એન્ડ્રિયાની. અરબાઝ ખાન અને મલાઈકા અરોરા છૂટાછેડા પછી તેમના જીવનમાં આગળ વધી રહ્યા છે.

મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે જયારે અરબાઝ ખાન જોર્જિયા એન્ડ્રિયાની સાથે રિલેશનશિપમાં છે. અરબાઝ ખાન જ્યારથી મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધા છે ત્યારથી જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરવાને લઈને હેડલાઈન્સમાં છે. જોર્જિયાએ બ્લેક મોનોકિનીમાં હાલમાં જ તેની સુપર હોટ તસવીરો ચાહકો સાથે શેર કરી છે. તસવીરોમાં જોર્જિયા એન્ડ્રિયાનીની કિલર સ્ટાઈલ જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે જોર્જિયા એન્ડ્રિયાની અને અરબાઝ ખાનની ઉંમરમાં 22 વર્ષનો તફાવત છે. અરબાઝ ખાન 54 વર્ષનો છે જ્યારે જોર્જિયા એન્ડ્રિયાની માત્ર 32 વર્ષની છે. જોર્જિયા તેના હોટ અને બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં રહે છે.તમને જણાવી દઈએ કે જોર્જિયા એન્ડ્રિયાની અને અરબાઝ ખાન ઘણીવાર સ્ટાર પાર્ટી અને ઈવેન્ટ્સમાં એકબીજા સાથે જોવા મળે છે. આ સાથે જ બંનેને એકબીજા સાથે વેકેશન સેલિબ્રેટ કરવાનો પણ ખૂબ શોખ છે.

મલાઈકા અર્જુન કરતા 12 વર્ષ મોટી છે જયારે અરબાઝ જોર્જિયા કરતા 22 વર્ષ મોટા છે. જોર્જિયા એન્ડ્રિયાની એક ઈટાલિયન મોડલ અને ડાન્સર છે જે અરબાઝ ખાન સાથેના તેના અફેરને લઈને અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. અરબાઝ ખાન અને મલાઈકા અરોરા લગ્નના 19 વર્ષ પછી અલગ થઈ ગયા હતા. અલગ થવાના તેમના અચાનક નિર્ણયથી ચાહકો ચોંકી ગયા હતા. જોકે, છૂટાછેડા પછી બંને પોતપોતાની મરજી મુજબ જીવન જીવી રહ્યા છે.

જોર્જિયા એન્ડ્રિયાની તેની બોલ્ડ સ્ટાઈલના લીધે સોશિયલ મીડિયા પ્રભુત્વ ધરાવે છે. જોર્જિયા એન્ડ્રિયાની અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ તરીકે દેશભરમાં ફેમસ છે. જોર્જિયા પોતાની હોટનેસની સાથે અરબાઝ ખાન સાથેની તેની શાનદાર કેમેસ્ટ્રીને કારણે પણ ચર્ચામાં છે. અરબાઝે જોર્જિયા સાથેના સંબંધોને લઈને એક મોટી વાત કહી હતી. તેમણે કહ્યુ હતુ કે, તેની એક અલગ જ ઓળખ છે. તે એક મહાન ઇટાલિયન મોડલ અને ડાન્સર છે, પરંતુ તેને માત્ર મારી ગર્લફ્રેન્ડના નામથી ઓળખવી ખોટી છે.

હું એવા લોકોના નામ લેવાનો નથી જેઓ સતત ‘અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ’ લખે છે. તેની પોતાની એક ઓળખ છે. તમે તેને ‘અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ’ ના કહી શકો. એવું ન કરવું જોઈએ. હા, અત્યારે તે મારી લાઈફમાં છે, અમે બંને સાથે છીએ પણ આ જ તેની ઓળખ નથી. અરબાઝ ખાન જોર્જિયા સાથેના લગ્નના સમાચારને લઈને ખૂબ જ ચર્ચામાં છે. લોકોનું માનવું છે કે જલ્દી જ બંને લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જોર્જિયા સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તે તેના કિલર લુક્સના ફોટા શેર કરતી રહે છે.

જેના કારણે ચાહકો આભા ભાભા રહી જાય છે. જોર્જિયા બોલિવૂડની મોટી અભિનેત્રીઓને તેના બોલ્ડ અને હોટ લુકથી માત આપે છે. તેનો લુક ચાહકોને દિવાના બનાવે છે.જોર્જિયાને ડાન્સનો પણ ઘણો શોખ છે.તે ડાન્સના વીડિયો પણ શેર કરતી રહે છે. તે દરેક ટ્રેડિંગ ગીત પર વીડિયો બનાવવાનું ભૂલતી નથી. જોર્જિયા અને અરબાઝ 2017થી રિલેશનશિપમાં છે. અરબાઝ મલાઈકા અરોરાથી છૂટાછેડા લીધા બાદથી જોર્જિયાયાને ડેટ કરી રહ્યો છે.

Shah Jina