એશ્વર્યા રાયે કર્યો આરાધ્યાને લઇને ખુલાસો, અભિષેક નહિ પરંતુ આને પિતા સમજી બેઠી હતી આરાધ્યા, જાણો દિલચસ્પ કિસ્સો

આરાધ્યાએ બધાની સામે આ હીરોને કહ્યું “પાપા”, પછી ઐશ્વર્યાએ…

બોલિવુડની ખબસુરત અભિનેત્રીઓમાંની એક એશ્વર્યા રાય બચ્ચન આજકાલ ભલે ફિલ્મોથી દૂર છે પરંતુ તે આજે પણ ખૂબ જ ફેમસ છે. એશ્વર્યાએ તેની પ્રેગ્નેંસી બાદ ફિલ્મોમાં કમબેક કર્યુ હતુ. પરંતુ તે જે ફિલ્મથી વધુ ચર્ચામાં રહી હતી તે હતી “એ દિલ હે મુશ્કિલ”.

આ ફિલ્મમાં એશ્વર્યાએ રણબીર કપૂર સાથે રોમાંસ કર્યો હતો. તેઓ બંનેએ ફિલ્મફેર મેગેઝિન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ હતુ. જે ખૂબ જ ચર્ચામાં રહ્યુ હતુ.

એશ્વર્યાએ એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાયુ હતુ અને તે દરમિયાન તેણે એક દિલચસ્પ કિસ્સો શેર કર્યો હતો. એશ્વર્યાએ કહ્યુ હતુ કે, તેની દીકરી આરાધ્યા એકવાર ભૂલથી રણબીર કપૂરને પિતા સમજી બેઠી હતી.

અમિતાભ બચ્ચનની પોતી અને અભિષેક તેમજ એશ્વર્યાની દીકરી આરાધ્યાનો જન્મ 16 નવેમ્બર 2011ના રોજ મુંબઇમાં થયો હતો. હવે રણબીર કપૂરની વાત કરીએ તો, તેણે અભિષેકની જેમ જ જેકેટ અને કેપ પહેરી હતી અને આરાધ્યાને લાગ્યુ કે તે તેના પિતા છે તો તે દોડીને ગઇ અને તેને જઇને ભેટી ગઇ.

આ કિસ્સો એશ્વર્યા રાયે પોતે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યો હતો. એશ્વર્યાએ 2016માં આવેલી ફિલ્મ “એ દિલ હે મુશ્કિલ”માં રણબીર કપૂર સાથે કામ કર્યુ હતુ. આ દરમિયાન તે બંનેએ ફોટોશૂટ કરાવ્યુ હતું.

આ ફોટોશૂટ વખતે આરાધ્યા પણ તેની સાથે હતી. અહીં આરાધ્યાને રણબીર કપૂરને લઇને ભૂલ થઇ ગઇ હતી કે તેના પિતા છે. ઇન્ટરવ્યુમાં એશ્વર્યાએ જણાવ્યુ કે, તે રણબીર કપૂરને તેના પિતા સમજી બેઠી હતી.

એશ્વર્યા રાયે જણાવ્યુ હતુ કે, આરાધ્યાની આ વાત પર રણબીર કપૂરે કોઇ રિએક્શન આપ્યુ હતુ નહિ બસ એક સ્માઇલ જ આપી હતી. તે બાદ આરાધ્યા અને રણબીરે સાથે થોડો સમય પણ વીતાવ્યો હતો.

એશ્વર્યાએ એ પણ જણાવ્યુ હતુ કે, રણબીર અને આરાધ્યાની મિત્રતા ખૂબ જ મજેદાર હતી. આરાધ્યા રણબીરને RK કહીને બોલાવતી હતી અને તે બંનેએ સાથે ખૂબ મસ્તી કરી હતી.

તમને જણાવી દઇએ કે, આરાધ્યા બચ્ચન બોલિવુડના ફેમસ સ્ટાર કિડ્સમાંની એક છે. આરાધ્યા અને એશ્વર્યાની વચ્ચે ઘણી સારી બોન્ડિંગ જોવા મળે છે. એશ્વર્યા આરાધ્યાને ઘણી જ ચિંતાતુર છે અને તેને આ કારણે ઘણી ટ્રોલ કરવામાં આવતી હોય છે.

Shah Jina