“તારક મહેતા” ફેમ આ અભિનેત્રીએ બિકી ટોપ પહેરી આપ્યા એવા એવા પોઝ કે ચાહકો થઇ ગયા પાણી-પાણી

તારક મહેતા અભિનેત્રી આરાધનાની અદાઓ છે કાતિલ, જુઓ ધમાકેદાર PHOTOS

ટીવી ઉપર દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહેલો શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દરેક ઘરની પહેલી પસંદ છે. શોના બધા કલાકારોની પોપ્યુલારિટી ઘણી સારી છે. આ શો દર્શકોને જેટલો પસંદ છે તેટલા જ તેના પાત્રોને પણ દર્શકો ખુબ જ પસંદ કરતા જોવા મળે છે. આ શોની સ્ટાર કાસ્ટ પણ ઘણી લાંબી છે છતાં પણ દરેક પાત્ર દર્શકોને પસંદ આવે છે. ભલે કેટલાક પાત્રો આ શોને છોડીને ચાલ્યા ગયા હોય, પરંતુ આ શોના કારણે તમેને જે નામના મળી છે તે આજે પણ કાયમ છે.

આ શોમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક બદલાવ આવ્યા છે. કેટલાક જૂના કલાકારો આ શો છોડી ચાલ્યા ગયા છે અને તેમની જગ્યાએ કેટલાક નવા કલાકારો આવ્યા છે. કેટલાક નવા કલાકારોની એન્ટ્રી શોમાં થઇ છે. મુંબઇમાં લોકડાઉનને કારણે શોનું શુટિંગ ગુજરાતના એક રિસોર્ટમાં ચાલી રહ્યુ હતુ અને ત્યારે જ કેટલાક નવા કલાકારોની શોમાં એન્ટ્રી થઇ હતી.

શોમાં એક લેડી ડિટેક્ટિવનું પાત્ર નિભાવી રહેલી આરાધના શર્મા પણ ચાહકો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે. આરાધના સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે અને તેની તસવીરો પણ તે અવાર નવાર શેર કરતી રહે છે. હાલમાં જ આરાધનાએ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે.

આ તસવીરોમાં આરાધના મસ્તી ભરેલા પોઝ આપી રહી છે. તેણે બિકી સ્ટાઇલ યેલો ટોપ અને પ્રિટેંડ શોર્ટ સ્કર્ટ પહેર્યો છે. આ તસવીરોમાં તે કયારેક કિસ કરતી જોવા મળી રહી છે તો કયારેક મસ્તી કરી પોઝ આપી રહી છે. આરાધનાએ હાફ હેર ઓપન રાખી એક નાની પોની બનાવેલી છે. આ આઉટફિટમાં આરાધનાના ટેટૂ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.

થોડા સમય પહેલા જ એક ઇન્ટરવ્યુમાં આરાધાનાએ કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી હતી.આ ઘટના બાદથી તેને પુરુષો પર વિશ્વાસ કરવામાં થોડી સમસ્યા પણ  થવા લાગી હતી. આ ઘટના વિશે આરાધનાએ કહ્યુ કે, આ એક એવી ઘટના છે, જેને હું જીવનભર ભૂલાવી શકતી નથી. 4-5 વર્ષ પહેલાની વાત છે, જયારે હું પૂણેમાં રહીને અભ્યાસ કરી રહી હતી. હું પૂણેમાં મોડલિંગ કરી રહી હતી, ત્યારે મને ખબર પડી કે એક વ્યક્તિ મુંબઇમાં થનાર કોઇ પ્રોજેક્ટ માટે કાસ્ટિંગ કરી રહ્યા છે.

તેણે આગળ કહ્યુ કે, એ સમયે હું મારા હોમ ટાઉન રાંચી ગઇ કારણ કે કાસ્ટિંગ સાથે જોડાયેલ  વાતચીત માટે મને ત્યાં બોલાવવામાં આવી. અમે એક રૂમમાં બેસી સ્ક્રિપ્ટ વાંચી રહ્યા હતા અને એ વ્યક્તિએ મને ખોટી રીતે અડવાની કોશિશ કરી, પહેલા તો મને ખબર ના પડી કે આ શું થઇ રહ્યુ છે.

તેણે આગળ આ ઘટના વિશે કહ્યુ કે, મને બસ એ જ યાદ હતુ કે મેં તેને ધક્કો માર્યો અને ત્યાંથી ફરાર થઇ ગઇ. હું આ ઘટનાને કોઇ સાથે શેર ન કરી શકી કારણ કે આ સાચે ઘણુ ખરાબ હતું. તેણે જણાવ્યુ કે આ ઘટનાનો તેના પર ઘણો પ્રભાવ પડ્યો હતો. આરાધનાએ કાસ્ટિંગ કાઉચના  તેના જીવન પર પડેલ પ્રભાવનો ઉલ્લેખ કરતા કહ્યુ  કે, એ ઘટનાનો મારા પર એવો પ્રભાવ પડ્યો કે હું મારા પિતા સાથે પણ એક રૂપમાં નથી રહી શકતી. આ મારી સાથે થયુ ત્યારે હું માત્ર 19-20 વર્ષની હતી.

જણાવી દઇએ કે, આરાધના શર્મા “સ્પ્લિટ્સવિલા-12″થી ઓળખાણ મળી. આ શોમાં દર્શકોને તેનો લૂક ખૂબ પસંદ આવ્યો હતો. આરાધના સ્પ્લિટ્સવિલામાં પોતાના બોલ્ડ અંદાજના કારણે ખૂબ ચર્ચામાં રહી હતી.

Shah Jina