દુઃખદ: રીલ બનાવવા ગઈ, 300 ફૂટ ઊંડી ખાઇમાં પડી આ મોટી હસ્તી સોશિયલ મીડિયા સ્ટાર, એવું દર્દનાક મોત મળ્યું કે…જુઓ તસવીરો
અન્વી કામદારને ખબર નહોતી કે જે સોશિયલ મીડિયા દ્વારા તે નામ કમાઈ રહી છે તે જ એક દિવસ તેના મોતનું કારણ બનશે. મુંબઈની રહેવાસી ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર અન્વી કામદારનું 16 જુલાઈના રોજ દર્દનાક મોત થયું. અન્વી મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં કુંભે વોટરફોલ પાસે 300 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. 27 વર્ષીય અન્વી વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતી અને તે તેના સાત મિત્રો સાથે ધોધ પાસે ફરવા ગઈ હતી.
આ સમય દરમિયાન તેણે ઇન્સ્ટાગ્રામ રીલ્સ માટે વીડિયો શૂટ કરવાનું શરૂ કર્યું. વીડિયો બનાવતી વખતે તે ખીણમાં પડી ગઈ. 16મી જુલાઈના રોજ લગભગ પાંચેક કલાક બાદ તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. સવારે 10:30 વાગ્યાની આસપાસ અન્વી કુંભે વોટરફોલ પાસે એક નાનકડી સ્પાઇક પર રીલનું શૂટિંગ કરી રહી હતી. ત્યારે જ અચાનક તેનો પગ લપસી ગયો અને તે 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી.
અન્વીના પડી જવાની માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કોસ્ટ ગાર્ડ અને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડના કર્મચારીઓએ પણ મદદ કરી હતી. જોકે, અન્વીને બચાવવામાં પાંચ કલાકનો સમય લાગ્યો હતો. અન્વીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. અનવી મુંબઈના મુલુંડ વિસ્તારની રહેવાસી હતી.
અન્વી તેની ‘રીલ્સ’ સોશિયલ મીડિયા પર શેર કરતી હતી, જેને લોકો ખૂબ પસંદ કરતા. અન્વી તેની ટ્રાવેલ રીલ્સને કારણે સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય હતી. તે તેના ટ્રાવેલ બ્લોગ દ્વારા વિવિધ સ્થળોની મુલાકાત લઈને તેના અનોખા અનુભવો પણ શેર કરતી હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના 256,000થી વધુ ફોલોઅર્સ છે.