બોલીવુડના ઘણા કલાકારોએ તેનું કામ પૂરું કરી દીધું છે, નવા વર્ષને વધાવવા માટે અલગ-અલગ જગ્યાઓ પર ગયા છે. ફિલ્મ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને તેના ક્રિકેટર પતિ વિરાટ કોહલી પણ વેકેશન પર ગયા છે. બરફથી ઢંકાયેલા પર્વતો વચ્ચે આવનારા વર્ષનું સ્વાગત કરશે. બંનેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સ્વિઝરર્લેન્ડમાં વેકેશનનો આનંદ માણી રહ્યા છે. વિરાટ કોહલી અને અનુષ્કાએ તેના સ્વિસ વેકેશનની તસ્વીર શેર કરી છે. વિરાટ કોહલીએ હેપી ફેસ અને ક્રીસમસ ઈમોજી સાથે તેની 2 તસ્વીર શેર કરી છે.
View this post on Instagram
આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, એક બરફના પહાડ પર પોઝ લાગતા દેખાય છે કે તે સ્કીઈંગ કરતા નજરે ચડે છે. આ તસ્વીરમાં અનુષ્કાએ ઓરેન્જ કલરનું ટ્રેક શૂટ, શૂઝ અને ગોગલ્સ પહેર્યા છે. જયારે વિરાટે ડાર્ક ગ્રીન કલરનું ટ્રેક શૂટ પહેર્યું છે. અનુષ્કાએ આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, થોડા આવા દિવસો.
View this post on Instagram
જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ હાલમાં જ લગ્નની બીજી વર્ષગાંઠ મનાવી હતી. અનુષ્કા વિરાટની મેચ અને ટુર્નામેન્ટમાં સાથે જ રહી છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, અનુષ્કા બોલીવુડની ટોપ એક્ટ્રેસ પૈકી એક છે. અનુષ્કા ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. અનુષ્કાએ રબને બના દી જોડીથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં શાહરુખ ખાન લીડ રોલમાં હતો. અનુષ્કા છેલ્લે ઝીરોમાં જોવા મળી હતી. અનુષ્કા શર્માએ તેનું ખુદનું પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું છે. આ અંતર્ગત તેને ઘણી ફિલ્મો પણ બનાવી છે.
View this post on Instagram
અનુષ્કા-વિરાટ પહેલા સ્વિઝર્લેન્ડમાં વેકેશનનો આનંદ માણવા સૈફ-કરીના અને વરુણ-નતાશા પણ ગયા હતા.
View this post on Instagram
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.