115 કરોડની માલકિન આ હિરોઇન 40ની ઉંમરે પણ છે કુંવારી ! એક ફિલ્મ કરવા આટલા કરોડ લે છે
બાહુબલી અને બાહુબલી 2ની દેેવસેના ઉર્ફે અનુષ્કા શેટ્ટી સાઉથની પોપ્યુલર અભિનેત્રી છે. તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તેની નેટ વર્થ મીડિયા રીપોર્ટ્સ અનુસાર 115 કરોડ છે તેની વર્ષની આવક લગભગ પાંચ કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તેના ઘરની કિંમત 12 કરોડ રૂપિયા છે.તેમજ તેની પાસે ઘણી લગ્ઝરી કાર પણ છે.
અનુષ્કા શેટ્ટીના કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે અનેક લક્ઝરી વાહનો છે. રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કા શેટ્ટીને તેના છેલ્લા જન્મદિવસ પર 12 લાખની કાર ગિફ્ટમાં મળી હતી. અનુષ્કા પાસે તેના કાર કલેક્શનમાં ટોયોટા કોરોલા અલ્ટીસ છે. તેની કિંમત 21 લાખ રૂપિયા છે. અનુષ્કા પાસે OD A6 છે. તેની કિંમત લગભગ 55.86 લાખ રૂપિયા છે. તેની Audi Q5 ની કિંમત લગભગ 61.52 લાખ રૂપિયા છે. Audi સિવાય અનુષ્કા પાસે BMW 6 કાર પણ છે. જે રૂ. 66.50 લાખ છે.
અનુષ્કા શેટ્ટી સાઉથની હાઇએસ્ટ પેડ અભિનેત્રીઓમાંની એક છે. રીપોર્ટ અનુસાર અનુષ્કા એક ફિલ્મ માટે 11 કરોડ ચાર્જ કરે છે. 40 વર્ષની આ અભિનેત્રીએ અત્યાર સુધી 50થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે અને તેની શાનદાર એક્ટિંગને કારણે તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોંઘી અભિનેત્રીઓની લિસ્ટમાં સામેલ છે.
જણાવી દઇએ કે, અનુષ્કા શેટ્ટીએ વર્ષ 2005માં પુરી જગન્નાથની તેલુગુ ફિલ્મ સુપરથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં નાગાર્જુન અને આયશા ટાકિયા પણ હતા. અનુષ્કાએ બોલિવુડ ફિલ્મ સાથે સાથે તેલુુગુુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.
અનુષ્કાએ ક્યારેય અભિનેત્રી બનવાનું વિચાર્યું ન હતું. અગાઉ તે કોલેજ પૂરી કર્યા પછી ધ્યાન વર્કશોપ લેતી હતી, ત્યારબાદ તે યોગ પ્રશિક્ષક બની હતી અને મુંબઈમાં યોગના ક્લાસ લેતી હતી. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી અનુષ્કા ત્રીજા ધોરણના બાળકોને ભણાવતી પણ હતી.
સાઉથ ફિલ્મોની મશહૂર અદાકારા અનુષ્કા શેટ્ટી આજના સમયમાં ઘણી ફેમસ થઇ ચૂકી છે. અભિનેત્રી કરોડપતિ હોવા છત્તાં કુંવારી છે. સાઉથ ઇન્ડસ્ટ્રી આજે ઘણી ફેમસ થઇ ચૂકી છે. બોલિવુડ ફિલ્મોની જેમ સાઉથની ફિલ્મો જોવાનું પણ લોકો પસંદ કરે છે.
View this post on Instagram
અનુષ્કા છેલ્લે વર્ષ 2018માં ફિલ્મ ભાગમતિમાં જોવા મળી હતી.આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ઉપરાંત તેણે રુદ્રમાદેવી, મિર્ચી અને અરુંધતી જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. જણાવી દઇએ કે, અનુષ્કાનું નામ પ્રભાસ સાથે જોડાઇ ચૂક્યુ છે.