દીકરી વામિકા સાથે મેચ જોવા માટે અમદાવાદ પહોંચી અનુષ્કા શર્મા, દીકરી વામિકાની પહેલી ઝલક જોવા રાહ જોઈ રહ્યા છે ચાહકો

અમદાવામાં બનેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ઉપર મેચની શરૂઆત થઇ ગઈ છે. ગઈકાલથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટનો પહેલો દિવસ પણ પૂર્ણ થયો જેમાં ભારતીય બોલરો દ્વારા ખુબ જ શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું.

આ મેચને લઈને ઘણા બધા લોકો ખુબ જ ઉત્સાહિત છે ત્યારે આ મેચ જોવા માટે ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ પોતાની દીકરી વામિકા સાથે આવી પહોંચી છે.

અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીના રોજ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો હતો. અનુષ્કા અને વિરાટે પોતાની દીકરીનું નામ વામિકા રાખ્યું હતું. તેમની દીકરીના જન્મને એક મહિના કરતા પણ વધારે સમય વીતી ગયો છે. પરંતુ હજુ સુધી તેનો ચહેરો ચાહકો જોઈ નથી શક્યા.

ત્યારે આ દરમિયાન અમદાવાદમાં યોજાઈ રહેલી મેચની અંદર અનુષ્કા પોતાની દીકરી સાથે આવી પહોંચી છે અને વામિકા પોતાના પિતાનું મનોબળ પણ આ મેચની અંદર વધારતી જોવા મળશે.

ખબરો પ્રમાણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર રમાઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે જ અનુષ્કા અમદાવાદ દીકરી વામિકા સાથે આવી પહોંચી હતી, પરંતુ તે મેદાનમાં જોવા નહોતી મળી. બની શકે છે કે આગળના દિવસની રમતમાં અનુષ્કા જોવા મળી જાય.

વિરાટ અને અનુષ્કાની દીકરીની એક ઝલક જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં યોજાઈ રહેલી બંને ટેસ્ટ અને ત્યારબાદ યોજાનારી ટી-20 મેચમાં વિરાટની લાડલી વામિકા પણ દેખાઈ જાય તેવી આશા ચાહકો સેવી રહ્યા છે.

Niraj Patel