IPLના મેદાનમાં છવાઈ વધુ એક મિસ્ટ્રી ગર્લ: અનુષ્કા શર્મા સાથે તસવીરો વાયરલ થતા જ બની ચર્ચાનો વિષય, જાણો કોણ છે આ બ્યુટી ગર્લ

દેશભરમાં હાલ IPLનો માહોલ છવાયેલો છે, સાંજ થતા જ લોકો ટીવીની સામે ગોઠવાઈ જાય છે અને પોતાની મનગમતી ટીમ અને ખેલાડીને સપોર્ટ કરવામાં લાગી જાય છે, ત્યારે આ દરમિયાન કેમેરામેન પણ ઘણીવાર દિલ જીતી લેતા હોય છે. મેચ દરમિયાન જોવા મળેલી કોઈ મિસ્ટ્રી ગર્લ મેચના બીજા જ દિવસથી સોશિયલ મીડિયામાં છવાઈ જતી હોય છે, આવી જ એક મિસ્ટ્રી ગર્લની ચર્ચાઓ હાલ સોશિયલ મીડિયામાં ચાલી રહી છે.

જો તમે મેચ જોવા સ્ટેડિયમમાં જાવ અને તમને તમારા મનપસંદ સ્ટાર સાથે બેસવાનો મોકો મળે તો ? આવું જ કંઈક એક છોકરી સાથે થયું છે જેને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે મેચ જોવા મળી અને તે છોકરી સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. લોકો પણ જાણવા માંગે છે આ છોકરી છે કોણ ? જેણે અનુષ્કા શર્મા સાથે બેસીને મેચનો આનંદ માણ્યો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની મેચ જોવા આવેલી રવિના આહુજાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક રીલ પોસ્ટ કરી હતી. જેમાં તેણે મેચનો સંપૂર્ણ અનુભવ શેર કર્યો, સાથે જ અનુષ્કા શર્માને પડોશમાં બેઠેલી બતાવી. રવિનાની સામે અનુષ્કા શર્માનો પરિવાર પણ હાજર હતો.

આ સિવાય તેને અનુષ્કા શર્માને મળવાનો પણ મોકો મળ્યો અને સાથે સેલ્ફી ક્લિક કરવાનો પણ મોકો મળ્યો. રવિનાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી રીલને એક કરોડથી વધુ વખત જોવામાં આવી છે જ્યારે 10 લાખથી વધુ લોકોએ તેને પસંદ કરી છે. એટલું જ નહીં, રવિના આહુજાના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સમાં જબરદસ્ત વધારો થયો છે અને હવે તેના ફોલોઅર્સ હજારોની સંખ્યામાં પહોંચી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Raveena Ahuja (@raveena_ahuja)

આ એ જ મેચ છે જેમાં વિરાટ કોહલીએ સ્ટેન્ડમાં બેઠેલી અનુષ્કા શર્મા તરફ ઈશારો કરીને શાનદાર કેચ લઈને ઉજવણી કરી હતી. અનુષ્કા RCBની તમામ મેચોમાં સતત પહોંચી રહી છે, જોકે તેના પતિ વિરાટ કોહલીનું નસીબ આ સમયે સારું નથી ચાલી રહ્યું. વિરાટ કોહલી તેની છેલ્લી બે મેચમાં પ્રથમ બોલ પર આઉટ થયો છે. વિરાટ કોહલી સતત બે વખત ગોલ્ડન ડકનો શિકાર બન્યો છે.

Niraj Patel