મનોરંજન

શું પિતા બનશે વિરાટ કોહલી? અનુષ્કા શર્માની પ્રેગનેંન્સીની તસ્વીર થઇ રહી છે વાયરલ ? જાણો શું છે સમગ્ર મામલો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટ્ન વિરાટ કોહલી અને બૉલીવુડ એક્ટ્રેસ પત્ની અનુષ્કા શર્માની એક તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં અનુષ્કા બેબી બમ્પ સાથે નજરે આવી રહી છે. પરંતુ આ વચ્ચે એક ચોંકાવનારી ખબર સામે આવી છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

કોહલી અને અનુષ્કાએ 11 ડિસેમ્બર 2017માં ઇટલીમાં લગ્ન કર્યા હતા. ત્યારથી ફેન્સ ઉત્સુક છે બંને ક્યારે માતા-પિતા બનશે. હાલમાં જ તસ્વીર વાયરલ થઇ રહી છે જેમાં વિરાટ કોહલી અનુષ્કાના પેટ પર હાથ ફેરવતો નજરે ચડે છે. પરંતુ જ્યારે આ તસવીરની સચ્ચાઇ જાણવાનો પ્રયાસ કર્યો તો ખબર પડી કે તે નકલી છે. અને તેને એડિટ કરવામાં આવી છે.

Image source

ખરેખરમાં આ ફોટો જેનેલિયા ડિસૂઝા અને રિતેશ દેશમુખનો છે. જ્યારે જેનિલિયા ગર્ભવર્તી હતી ત્યારે ફોટોશૂટ કરાવ્યું હતું. જો કે કોઇએ આ તસવીરને એડિટ કરીને તેમના ચહેરાની ઉપર અનુષ્કા અને વિરાટની તસવીરો લગાવી દીધી છે.

Image source

જણાવી દઈએ કે,ફિલ્મ ફેરના ઇન્ટરવ્યૂમાં અનુષ્કાએ પોતાના બાળકના પ્લાનિંગ મામલે કહ્યું હતું કે ખોટી ખોટી પ્રેગ્નેંસીની ખબરો તેને આશ્ચર્યમાં મૂકી દે છે. અનુષ્કાએ કહ્યું કે હવે તમારા લગ્ન થઇ ગયા તો લોકો પુછવા લાગ્ય તમે પેટથી છો?

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

અનુષ્કાએ વધુમાં જણાવ્યું હતું કે, લગ્ન પછી પ્રેગ્નેંસી માટે પુછવામાં આવ્યું હતું. ડેટિંગ સમયે લગ્ન માટે પૂછવામાં આવ્યું હતું. જો કોઇ એક્ટ્રેસ ટેન્ડના હિસાબે ઓવરસાઇઝ કપડા પહેરે તો તે પ્રેગનેન્ટ છે. અનુષ્કાએ કહ્યું કે તે આવી વાતોને નજર અંદાજ કરવાનું વધુ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.