કરણ કુંદ્રાની એક્સ ગર્લફ્રેન્ડ માતા બન્યા પછી થઇ વધુ હોટ, 40ની ઉંમરમાં બિકિની પહેરી કરાવ્યુ સૌથી હોટ ફોટોશૂટ

40 વર્ષની ફેમસ એક્ટ્રેસ અને વીડિયો જોકી (VJ) અનુષા દાંડેકર ઘણી ચર્ચામાં રહેવા લાગી છે. જો કે, તે પોતાની પ્રોફેશનલ લાઈફથી લઈને પર્સનલ લાઈફના કારણે હેડલાઈન્સમાં રહી છે. અનુષા સૌથી વધુ સમાચારોમાં ત્યારે આવી જ્યારે તેણે એક્ટર કરણ કુન્દ્રા સાથેના સંબંધોની જાહેરાત કરી. લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ બંનેના બ્રેકઅપની પણ ખૂબ ચર્ચા થઈ હતી. હાલમાં અનુષા પોતાની બોલ્ડનેસના કારણે આ દિવસોમાં ઘણા લોકોને આકર્ષી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને લગભગ દરરોજ પોતાની બોલ્ડનેસથી લોકોના હોંશ ઉડાવતી રહે છે.

હવે ફરી અનુષાએ એવી તસવીરો શેર કરી છે જેને જોઇને યુઝર્સ દંગ રહી ગયા છે. અનુષા દાંડેકરે સોશિયલ મીડિયા પર બિકી પહેરેલી એવી તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. આ તસવીરોમાં અનુષા દાંડેકર પિંક કલરની બિકીમાં જોવા મળી રહી છે. બિકી પહેરીને અનુષા અલગ અલગ પોઝ આપતી તસવીરોમાં જોઇ શકાય છે. તે આ દરમિયાન તેની ટોન્ડ બોડીને પણ ફ્લોન્ટ કરી રહી છે. હાલમાં જ અભિનેત્રી લગ્ન કર્યા વગર માતા બનવાને લઇને ખૂબ ચર્ચામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Anusha Dandekar (@vjanusha)

3 જૂન શુક્રવારના રોજ વીજે અને અભિનેત્રી અનુષા દાંડેકરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો હતો. તસવીરમાં તે એક નાની બાળકી સાથે જોવા મળી હતી. આ પછી અનુમાન લગાવવામાં આવ્યું કે તે લગ્ન કર્યા વગર જ માતા બની ગઈ છે. અનુષા દાંડેકરની પોસ્ટ પર સુષ્મિતા સેન સહિત ઘણા મોટા સ્ટાર્સે પણ તેને માતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ જે પોસ્ટમાં દેખાયુ તેવું હતુ નહિ. અનુષા દાંડેકરના 40 વર્ષની ઉંમરે માતા બનવાના સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Streaming H☕T (@bollywoodstreaming)

ફોટો વાયરલ થયા બાદ એક્ટ્રેસે આ વાતની હકિકત જણાવી. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા અનુષાએ જણાવ્યું કે તે સહારા (ન્યૂ બોર્ન બેબી)ની માતા નથી, પરંતુ ગોડ મધર છે. છોકરીની અસલી માતા તેની બેસ્ટ ફ્રેન્ડ છે.અનુષાએ પોસ્ટમાં લખ્યું છે કે છોકરીની અસલી માતા જોહા અને દાદી સંગીતા આંટી છે. જોહા મારી શ્રેષ્ઠ મિત્ર છે. તેથી જ હું સહારાની ગોડ મધર છું. આનો અર્થ એ છે કે જ્યારે પણ મારી મિત્ર અથવા સહારાને જીવનમાં મારી જરૂર પડશે, હું તેની સંભાળ રાખવા હંમેશા હાજર રહીશ.

લેટેસ્ટ પોસ્ટમાં અનુષાએ સ્પષ્ટતા કરી હતી કે સહારા તેની અસલી દીકરી નથી. અનુષા દાંડેકર એક લોકપ્રિય વીજે અને અભિનેત્રી છે, જે કરણ કુન્દ્રા સાથે લગભગ 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહી હતી. અનુષા અને કરણની જોડીને ચાહકોને ઘણી પસંદ કરી હતી. પરંતુ આ સંબંધ આગળ વધી શક્યો નહીં. અનુષાએ કરણ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો અને તે બંને અલગ થઈ ગયા. કરણથી અલગ થયા બાદ અનુષા બ્રિટિશ-ઈન્ડિયન એક્ટર જેસન શાહને ડેટ કરી રહી છે. બીજી તરફ કરણ કુન્દ્રા તેજસ્વી પ્રકાશ સાથે રિલેશનશિપમાં છે.

Shah Jina