મનોરંજન

અનુપમ ખેરે ગરીબ બાળકોને 5 સ્ટાર હોટેલમાં જમાડ્યા હતા, જ્યારે બીલ આવ્યું તો…

બોલીવુડ Actor Anupam ખેરે હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. અનુપમ ખેરનો આ વિડીયો વાયરલ પણ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈને લોકો તેની તારીફ કરતા થાકતા નથી. અનુપમ ખેર ગરીબ બાળકોને હોટેલમાં જમવા લઇ ગયા હતા.

 

View this post on Instagram

 

Waiting to launch my life story.😎🤓 #LessonsLifeTaughtMeUnknowingly

A post shared by Anupam Kher (@anupampkher) on

અનુપમ ખેર બાળકોને મોંઘી હોટેલમાં જમવા લઇ ગયા હતા. આ બાળકો હોટેલમાં જમીને ખુશખુશાલ લાગી રહ્યા હતા. અનુપમ ખેરે આ વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. અનુપમ ખેરે 2 વિડીયો શેર કર્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, બાળકો હોટેલમાં જવા માટે ગાડીમાંથી ઉતરે છે અને ઘણા ખુશખુશાલ જોવા મળે છે. તો અમુક બાળકો શરમાઈ રહ્યા છે. અનુપમ ખેરે આ વિડીયો શેર કરતા લખ્યું હતું કે, મોર્નિંગ વોક પર મારી સાથે જવાવાળા મારા મિત્રોને આજે હું હોટેલમાં લઇ ગયો હતો. મને આ કરતી વખતે બહુ જ સંતોષ મળ્યો હતો. અમે બહુજ હસી મજાક કરી. ગીત ગાયા અને જમ્યું હતું. આ લોકો સાથે સમય વિતાવ્યો હતો. પરંતુ જયારે હોટેલનું બિલ આવ્યું ત્યારે આ બાળકો પૈકી એક બાળકે કહ્યું હતું કે, અંકલ બિલ વધારે તો નથી આવ્યું ને ? આ વાત એ બાળકે કરી છે મુંબઈમાં શેરીમાં સુવે છે. જય હો.

તો બીજા વીડિયોમાં અનુપમ ખેરે બીજા વિડીયો શેર કરીને લખ્યું હતું કે, લંચની સાઈડ ઇફેક્ટ, સન-એન સેન્ડ હોટેલમાં એક સાથે સમય વિતાવ્યા બાદ આ બાળકોના સુપર સ્વેગને જોવાનું ના ભૂલો. આ બાળકો સાથે પસાર કરેલો સમયનો અહેસાસ કોઈ હરાવી નહીં શકે. બસ એક જ વસ્તુ. આ બાળકોને તમારો સાથ જોઈએ દયા નહીં.

અનુપમ ખેરના આ કામની સરાહના થનારની સાથે બાળકોન ખુશીની ચર્ચા પણ થઇ રહી છે. જેમાં રસ્તા પર ફરતા નાના-નાના બાળકો હોટેલમાં બહુજ ખુશ છે.

અનુપમ ખેરના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે ‘વન ડે’માં નજરે આવ્યા હતા. આ ફિલ્મમાં તેની સાથે એક્ટ્રેસ ઈશા ગુપ્તા પણ લીડ રોલમાં જોવા મળી હતી. આ પહેલા અનુપમ ખેર ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહના જીવન પર બનેલી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં લીડ રોલમાં નજરે આવ્યા હતા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.