એક એક્સીડન્ટે ખત્મ કરી દીધુ હતુ આશિકી ગર્લનું બધુ જ…જીવિત રહેવા માટે કરાવી સર્જરી, દયા આવી જશે અત્યારની તસવીરો જોતા જ

અરરરર સાવ આવી થઇ ગઈ એક જમાનાની ખુબસુરત અભિનેત્રી, દયા આવી જશે એવી હાલત થઇ ગઈ…જુઓ તસવીરો

તાજેતરમાં જ મેકર્સ દ્વારા વર્ષ 1990માં આવેલી ફિલ્મ “આશિકી”નો ત્રીજો ભાગ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં કાર્તિક આર્યન લીડ એક્ટર હશે. હાલમાં અભિનેત્રીના નામની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રશ્મિકા મંદાનાના નામને લઈને ચર્ચા ચાલી રહી છે.

આ દરમિયાન પહેલી ફિલ્મ આશિકીની એક્ટ્રેસ અનુ અગ્રવાલ લાઈમલાઈટમાં આવી ગઈ છે. અનુએ આશિકીથી ડેબ્યુ કર્યું અને રાતોરાત સુપરસ્ટાર બની ગઈ હતી. આ પછી તેણે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું અને પછી તે એક ભયાનક અકસ્માતનો શિકાર બની, જેના કારણે તે કોમામાં ચાલી ગઈ,

તેના ઘણા હાડકાં તૂટી ગયા અને તેનો ચહેરો પણ બગડી ગયો. પોતાની જાતને જીવંત રાખવા માટે તેણે અનેક સર્જરીઓમાંથી પસાર થવું પડ્યું. આશિકી પછી અનુ અગ્રવાલે કિંગ અંકલ અને વિલન જેવી ફિલ્મોમાં કામ કર્યું. જો કે, આશિકી સિવાય તેની કોઈપણ ફિલ્મ હિટ થઈ નહોતી. વર્ષ 1999માં એક અકસ્માત થયો,

જેણે તેની ફિલ્મી કરિયરની સાથે-સાથે તેનું જીવન પણ બરબાદ કરી દીધું. અકસ્માત બાદ તે કોમામાં જતી રહી હતી અને 29 દિવસ પછી ભાનમાં આવી હતી. ભાનમાં આવ્યા પછી તે પોતાની જાતને ભૂલી ગઇ હતી. યાદશક્તિ ગુમાવી ચૂકેલી અનુની લગભગ 3 વર્ષ સુધી સારવાર ચાલી.

આ અકસ્માતે તેનો આખો ચહેરો બગાડી નાખ્યો હતો, જેના માટે તેણે ઘણી સર્જરી કરાવવી પડી હતી. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં અનુ અગ્રવાલે કહ્યું – તે માત્ર મુશ્કેલ જ નહીં પરંતુ જીવન અને મૃત્યુનો પ્રશ્ન હતો. હું કોમામાં હતી. તે સમયે મોટો પ્રશ્ન એ હતો કે શું મારો જીવ બચી જશે અને જો હું બચીશ તો લકવાગ્રસ્ત રહીશ ?

પરંતુ એક ચમત્કાર થયો અને હું 29માં દિવસે ભાનમાં આવી. એ પછી હું પથારીમાં જ રહી. મારું અડધું શરીર લકવાગ્રસ્ત હતું. હું ભારે આઘાતમાંથી પસાર થઈ રહી હતી. અભિનેત્રીએ આગળ કહ્યું કે કોઈએ વિચાર્યું ન હતું કે હું ક્યારેય મારા પગ પર ઉભી રહી શકીશ, કારણ કે મારા શરીરમાં ઘણા ફ્રેક્ચર હતા, શરીરના એક લાખ ટુકડા થઈ ગયા હતા,

પરંતુ હું પોઝિટિવ રહી. મને ખાતરી હતી કે હું ઠીક થઈશ. મને યાદ છે કે જ્યારે હું જાગી ત્યારે હું નવા જન્મેલા બાળક જેવો અનુભવ કરી રહી હતી. પરંતુ મને જીવનમાં પાછા આવવામાં વર્ષો લાગ્યા. અભિનેત્રીએ કહ્યું- અકસ્માત બાદ તૂટેલા હાડકાંને રિપેર કરવા અને શરીરના કાર્યને સામાન્ય બનાવવા માટે મેં ઘણી સર્જરી કરાવી છે.

સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, મારે જીવિત રહેવા માટે ઘણી સર્જરી કરવી પડી હતી. અકસ્માત બાદ જ્યારે અભિનેત્રીનો ચહેરો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. આ વિશે વાત કરતા અનુએ કહ્યું- પહેલા લોકો કોસ્મેટિક સર્જરી માટે કહેતા હતા,

પરંતુ હવે નથી કરતા. મને લાગે છે કે કોસ્મેટિક સર્જરી પ્લાસ્ટિક છે અને હું એવી કોઈ પણ વસ્તુ તરફ આકર્ષિત નથી જે સામાન્ય નથી. ઘણા લોકોને હવે લાગે છે કે મેં ચહેરાની સર્જરી કરાવી છે કારણ કે હવે મારો ચહેરો બદલાઈ ગયો છે.

Shah Jina