10 વર્ષની જેલ અને 1 કરોડનો દંડ….રાતથી જ લાગુ થઇ ગયો નવો પેપર લીક કાનૂન

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

10 વર્ષની કેદ, 1 કરોડનો દંડ- શું છે એંટી પેપર લીક લો જેમાં છે સખ્ત સજા, લીકમાં પકડાયેલા વિદ્યાર્થીઓ સાથે શું થઇ શકે – જાણો સમગ્ર મામલો

દેશમાં એક પછી એક પેપર લીકના અનેક મામલા સામે આવી ચૂક્યા છે. જેમાં સૌથી ગંભીર કેસ મેડિકલ એંટ્રેસ માટે લેવાયેલ NEETનો માનવામાં આવે છે. આ કેસમાં અનેક ખુલાસા થઇ ચૂક્યા છે તેમ છત્તાં પણ રહસ્ય ઉકેલાયું નથી. ઘણા મોટા નામો પણ શંકાસ્પદ કહેવાઈ રહ્યા છે. ત્યારે આ દરમિયાન એક કાયદાની ચર્ચા છે, જે માત્ર એંટી પેપર લીક માટે જ બનાવવામાં આવ્યો છે.

એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે પેપર લીકના માસ્ટર માઈન્ડ અને બાકીની ગેંગ સિવાય જે બાળકો પેપર લીકની તૈયારી કરીને પરીક્ષામાં બેઠા હતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. NEET-UG 2024 પેપર લીક મામલે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. મે મહિનામાં લેવાયેલી પરીક્ષા બાદ જૂનમાં તેનું પરિણામ આવ્યું, જેની સાથે જ પરીક્ષામાં ગોટાળાના આક્ષેપો થવા લાગ્યા. કારણ કે અત્યાર સુધી માત્ર બે થી ત્રણ બાળકો જ પરીક્ષામાં ટોપ કરતા હતા, જેમના સમાન માર્કસ હતા.

આ વખતે એક સાથે 60થી વધુ બાળકોએ પ્રથમ રેન્ક એટલે કે સમાન ગુણ મેળવ્યા છે. આ પછી જ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની વિશ્વસનીયતા ઘેરામાં આવી. NTA દેશની ઘણી પ્રતિષ્ઠિત પરીક્ષાઓનું આયોજન કરે છે. હાલ તો આ મામલે હાઇ લેવલની તપાસ થઇ રહી છે અને 13ની ધરપકડ પણ થઇ છે, અને એ સાબિત થઇ ચૂક્યુ છે કે પેપર લીક તો થયું છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ ઘટનાના માસ્ટરમાઈન્ડ અને અન્ય ગુનેગારો સામે કયા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. કે પછી એવો કોઇ લો છે આપણી પાસે…

આ વર્ષે ફેબ્રુઆરીમાં આપણા ત્યાં એંટી-પેપર લીક લો આવ્યો. પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ 2024 નામથી આ લોને ખુદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી હતી. કાયદો લાવવા પાછળનો હેતુ આયોજિત તમામ મુખ્ય જાહેર પરીક્ષાઓમાં વધુ પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો હતો. આ ઉપરાંત યુવાનોને ખાતરી આપવાનો કે કોઇ ગડબડી ના થાય. રાજસ્થાનમાં શિક્ષક ભરતી પરીક્ષા, હરિયાણામાં ગ્રુપ-ડી પદો માટે સામાન્ય પાત્રતા પરીક્ષા (CET), ગુજરાતમાં જુનિયર ક્લાર્કની ભરતી અને બિહારમાં કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા સહિતની શ્રેણીબદ્ધ પરીક્ષાઓમાં તાજેતરના કેટલાક પેપર લીક થવાને પગલે આ કાયદો લાવવામાં આવ્યો હતો.

એંટી-લીક લો પબ્લિક એગ્ઝામની વાત કરે છે. આ એ પરીક્ષા છે જે પબ્લિક એગ્ઝામિનેશન ઓથોરિટી આયોજિત કરે છે, કે પછી એવી ઓથોરિટી જેને કેન્દ્રથી માન્યતા મળેલી છે. આમાં ઘણી મોટી પરીક્ષાઓ સામેલ છે જેમ કે UPSC, SSC, ઇન્ડિયન રેલવેઝ, બેંકિંગ રિક્રૂટમેંટ અને NTA દ્વારા આયોજિત બધી કમ્પ્યુટર-બેસ્ડ એગ્ઝામ.

કાયદાના દાયરામાં શું આવે છે

આ કાયદા હેઠળ, ઉમેદવારને કોઈપણ રીતે મદદ કરી શકે તેવા પ્રશ્નપત્ર અથવા જવાબ લીક કરવું એ ગુનો છે.
આ ઉપરાંત કોમ્પ્યુટર નેટવર્ક સાથે છેડછાડ પણ ગુનો છે, જેનાથી પેપર અંગે અગાઉથી માહિતી મેળવી શકાય.
આવો ગુનો સમગ્ર સમૂહ દ્વારા કરવામાં આવ્યો હોય કે એક જ વ્યક્તિ કે સંસ્થા દ્વારા, તેને ગુનાની શ્રેણીમાં રાખવામાં આવશે.
નકલી વેબસાઇટ બનાવવી અથવા નાણાકીય લાભ માટે નકલી પરીક્ષાઓ યોજવી પણ આ કાયદા હેઠળ આવે છે.
ઘણી વખત ગુનેગારો પેપર સીધું લીક કરતા નથી, પરંતુ અન્ય પ્રકારની હેરાફેરી કરે છે, જેથી તેમના ઉમેદવારોને ફાયદો થાય છે. આ પણ એન્ટી લીકમાં સામેલ છે.
કાયદા હેઠળ, ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય તકનીકી સમિતિની રચના કરવાની ભલામણ છે જેથી કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓને વધુ સુરક્ષિત બનાવી શકાય. ઉપરાંત, પરીક્ષા દરમિયાન ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ અને ફૂલપ્રૂફ આઈટી સુરક્ષા વ્યવસ્થાની વાત છે.

જો દોષી સાબિત થાય તો શું સજા થઈ શકે?

પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ હેઠળ, આમાંથી કોઈપણ પદ્ધતિ અપનાવવા પર ઓછામાં ઓછી ત્રણથી પાંચ વર્ષની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.
સંગઠિત અપરાધના કિસ્સામાં, ગુનેગારોને પાંચથી દસ વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાના દંડની સજા થઈ શકે છે.
તપાસ એજન્સીને ગુનેગારોની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર છે જેથી પરીક્ષામાં થયેલા નુકસાનની નાણાંકીય ભરપાઈ કરી શકાય.
આ કાયદો કોઈપણ વ્યક્તિને પરીક્ષા કેન્દ્ર પર આવવાથી અટકાવે છે જેને પરીક્ષા સંબંધિત કામ સોંપવામાં આવ્યું નથી, અથવા જે ઉમેદવાર નથી.

કોણ તપાસ કરે છે

પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, જેમ કે ડીએસપી અથવા એસીપી શંકાસ્પદ કેસોની પ્રારંભિક તપાસ કરે છે.

શું વિદ્યાર્થીઓ પણ આ કાયદાના દાયરામાં આવે છે?

સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસતા બાળકો માટે આ કાયદામાં કંઈ નથી. આ બિલ ફેબ્રુઆરીમાં સંસદમાં પસાર થયું હતું. તે દરમિયાન કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે અમે ખૂબ જ સાવધાનીથી ઉમેદવારોને કાયદાથી દૂર રાખ્યા હતા, પછી ભલે તેઓ નોકરી માટે પરીક્ષા આપતા હોય કે વિદ્યાર્થી હોય. આ કાયદાનો હેતુ માત્ર એવા લોકોને રોકવાનો છે, જેઓ છેડછાડ કરીને બાળકો અને દેશના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Shah Jina