આ મહિલાએ મોતને પણ આપ્યો ચકમો, જો 1 સેકેંડ પણ વાર લાગી હોત તો રામ રમી જતા.. વીડિયો રૂંવાડા ઉભા કરી દેશે.. જુઓ

  1. રામ રાખે તેને કોણ ચાખે ! દુકાનમાં સામાન તોલી રહી હતી મહિલા, ત્યારે જ બેકાબુ બનેલી બસ દુકાનમાં ઘુસી.. એવી રીતે બચ્યો જીવ કે કલ્પના પણ નહીં કરી શકો… જુઓ વીડિયો

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Bus accident cctv video : જ્યારે મોત આવવાનું હોય છે ત્યારે તે તેને પોતાની સાથે લઈ જાય છે અને જ્યારે તે આવવાનું જ નથી ત્યારે કોઈ કોઈનો વાળ પણ વાંકો કરી શકતું નથી. આવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વીડિયો જોયા પછી તમારા હોશ ઉડી જશે. તમારા હૃદયના ધબકારા વધી જશે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક અનિયંત્રિત બસ દુકાનમાં ઘૂસી જાય છે. દુકાનમાં હાજર મહિલા બસની ટક્કરથી બચી ગઈ હતી. આ અકસ્માતમાં મહિલાને કોઈ ગંભીર ઈજા થઈ નથી. મામલો તદ્દન આશ્ચર્યજનક છે.

અકસ્માતનો વીડિયો રોડ પર લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો. જે હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @karthigaichelvan નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ અને શેર કરી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના તમિલનાડુના ડિંડીગુલમાં બની હતી. જ્યાં તમિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (TNSTC)ની એક બસ બેકાબૂ થઈને એક દુકાનમાં ઘૂસી ગઈ હતી.

મામલાની વાત કરીએ તો જણાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરની ભૂલને કારણે આ અકસ્માત થયો હતો. બસના ચાલકે કાબુ ગુમાવતા બસ એક દુકાનમાં ઘુસી ગઈ હતી. દુકાનમાં એક મહિલા પહેલેથી જ હાજર હતી. આ અકસ્માતમાં મહિલા તો બચી ગઈ પરંતુ દુકાનનો તમામ સામાન નાશ પામ્યો. ઘટના અંગે TNSTCએ કહ્યું છે કે ડ્રાઈવર વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાની ચર્ચા કરી રહ્યા છે.

લોકો મહિલાનો જીવ બચાવવા ઉપર ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે. લોકો મહિલાને ભાગ્યશાળી પણ ગણાવી રહ્યા છે કારણ કે તે ત્યાંથી નીકળી ગઈ. કોમેન્ટ કરતાં એક યુઝરે કહ્યું- મહિલાએ મોતને ચકમો આપ્યો. બીજાએ કહ્યું- ઘટના ખૂબ જ દર્દનાક હતી, સારું થયું કે મહિલા બસની ટક્કરથી બચી ગઈ. વીડિયોના એક અન્ય ફુટેજમાં એ પણ જોઈ શકાય છે કે અન્ય મહિલા પણ આ અકસ્માતમાં બચી ગઈ હતી.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel