હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
ધો.5માં અભ્યાસ કરતી બાળકી ટ્યૂશનમાં ગઈ અને અચાનક બેભાન થઈ ઢળી પડી, હોસ્પિટલમાં ટૂંકી સારવારના અંતે દમ તોડ્યો
ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોતના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં સુરતમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો. ધોરણ 5માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ટયુશન કલાસીસમાં અચાનક બેભાન થઈ ગઇ અને તેનું મોત નિપજ્યુ. એવું અનુમાન લગાવાઇ રહ્યુ છે કે બાળકી સ્કૂલ અથવા ટ્યુશન જતા સમયે પડી ગઇ હશે અને તેને માથામાં ઇજા પહોંચી હશે.
હાલ તો પીએમ રીપોર્ટમાં હેમરેજથી મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. મૃતક ધોરણ 5માં શિશુકુંજ વિધાલયમાં અભ્યાસ કરતી હતી, અને પરિવાર સાથે વરિયાવ ગામ ખાતે રહેતી હતા. તેના પિતા મામલતદાર મતદાન યાદીમાં કામ કરે છે. ત્યારે બાળકીનું ટયુશન કલાસીસમાં બેભાન થયા બાદ મોત થતા અન્ય વિધાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
જો કે હાલ તો વધુ સેમ્પલ લઈને રીપોર્ટ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ કડીના કુંડાળ ગામના અને કરણનગર રોડ પર રહેતા એક યુવકને એકાએક હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેનું મોત થયું હતું. આ ઉપરાંત રાજકોટમાં પણ વાવડી પાસે મહમદી ગાર્ડનમાં રમતા રમતા 14 વર્ષિય કિશોરનું મોત થયું હતુ.
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.