ફિલ્મી દુનિયા

બિહાર પોલીસની સામે આવ્યું સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ રિયા ચક્રવર્તીને લઈને ખોલ્યા ઘણા રાજ, જાણો શું કહ્યું

સુશાંતના મોતને દોઢ મહિના જેટલો સમય થઇ ગયો છે. સુશાંતને લઈને ઘણા રહસ્યો સામે આવતા હોય છે. અત્યાર સુધી આ મામલે 36થી વધુ લોકોની પૂછપરછ થઇ શકે છે. આ બાબતે દરરોજ નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે. હાલમાં જ સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ બિહાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બાબતે હાલમાં જ એક ખુલાસો થયો છે.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita___) on

સુશાંત સિંહના મોત મામલે બિહાર પોલીસે તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સાથે વાત કરી છે. હાલમાં જ ખબર આવી રહી છે કે, અંકિતાએ પોલીસને કહ્યું કે રિયા ચક્રવર્તી સુશાંતને કેવી રીતે પરેશાન કરતી હતી. સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ બિહાર પોલીસને કહ્યું છે કે, ફિલ્મ ‘મણિકર્ણિકા’ના પ્રમોશન દરમિયાન સુશાંતસિંહે તેને વિશ કરવા માટે મેસેજ કર્યો હતો. આ બંને વચ્ચે ઘણી વાત થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput Memories (@sushant_singh_rajputmemories) on

અંકિતાના જણાવ્યા અનુસાર, ઘણી ભાવુક થઈને સુશાંત સિંહએ ભાવુક થઈને જણાવ્યું હતું કે તે રિલેશનશીપથી ઘણો પરેશાન થઇ ચુક્યો છે. તે આ રિલેશનશિપને ખતમ કરવા માંગે છે. આ પાછળનું કારણ એ છે કે, રિયા તેને બહુ જ હેરાન કર છે. અંકિતાએ આ ચેટને બિહાર પોલીસ સાથે શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by its tanvi (@itstanvi34) on

આ સિવાય અંકિતાએ બિહાર પોલીસ સાથે તેની અને સુશાંત વચ્ચે થયેલી ઘણી ચેટ શેર કરી છે. અંકિતાની આ ચેટને નવા આધાર તરીકે લેતાં બિહાર પોલીસ હવે તેની તપાસ આગળ ધપાવી રહી છે. આ પહેલા અંકિતાએ એફઆઈઆર નોંધાયા બાદ ટ્વિટ કરીને લખ્યું હતું “ટ્રુથ વિન્સ”.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.