પોતાના પતિ અને બાળકોને છોડીને પાકિસ્તાન ચાલી જનારી અંજુ વિશે હવે પાકિસ્તાનના અધિકારીએ કર્યો મોટો ખુલાસો, ભારત આવવા વિશે કહી આ વાત… જુઓ

શું ભારત પરત ફરશે રાજસ્થાનથી પાકિસ્તાન ચાલી ગયેલી અંજુ ? પાકિસ્તાનના એક પોલીસ ઓફિસરે આ બાબતે આપી દીધું મોટું નિવેદન, જુઓ શું કહ્યું ?

Anju-Nasrullah case Pakistani officer’s statement : રાજસ્થાનના અલવરની રહેવાસી અંજુનું પાકિસ્તાન જવું દેશમાં એક મુદ્દો બની ગયો છે. આ અંગે દેશભરના મીડિયામાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન એવી પણ ખબરો વાયરલ થઇ રહી હતી કે અંજુએ નસરુલ્લા  સાથે લગ્ન પણ કરી લીધા છે. તેને ઇસ્લામ ધર્મ પણ અપનાવી લીધો છે અને પોતાનું નામ પણ બદલીને ફાતિમા કરી દીધું છે. જણાવી દઈએ કે અંજુ મૂળ ઉત્તર પ્રદેશની છે. તેના લગ્ન રાજસ્થાનના રહેવાસી અરવિંદ સાથે થયા હતા અને તેમને બે બાળકો પણ છે.

નસરુલ્લાએ કહ્યું હતું ભારત આવશે અંજુ :

સોમવારે અંજુના કથિત પ્રેમી નસરુલ્લાએ માહિતી આપી હતી કે તે 20 ઓગસ્ટે ભારત પરત ફરશે. આ સાથે તેણે અંજુ સાથે પ્રેમ સંબંધ હોવાના દાવાઓને પણ ફગાવી દીધા હતા. નસરુલ્લાએ કહ્યું હતું કે તેની અંજુ સાથે લગ્ન કરવાની કોઈ યોજના નથી. તે જ સમયે, આ મામલે એક પાકિસ્તાની અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. તેના કહેવા મુજબ તે તેના પ્રેમી નસરુલ્લાને મળવા પાકિસ્તાન પહોંચી છે.

પાકિસ્તાની પોલીસ ઓફિસરનું નિવેદન :

રવિવારે જિલ્લા પોલીસ અધિકારી (ડીપીઓ) મુસ્તાક ખાને તેમની ઓફિસમાં અંજુની પૂછપરછ કરી. તેના દસ્તાવેજોની ચકાસણીના આધારે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. મુશ્તાક ખાનના જણાવ્યા અનુસાર, અંજુનો જન્મ ઉત્તર પ્રદેશના કેલોર ગામમાં થયો હતો અને તે રાજસ્થાનના અલવરમાં રહેતી હતી. અંજુને 15 વર્ષની પુત્રી અને છ વર્ષનો પુત્ર છે. નસરુલ્લા અને અંજુ વર્ષ 2019માં ફેસબુકના માધ્યમથી મિત્રો બન્યા હતા.

 

ખુશીથી પાકિસ્તાનમાં રહે છે અંજુ :

મુશ્તાક ખાને કહ્યું કે અંજુ પ્રેમ ખાતર ભારતથી પાકિસ્તાન આવી છે અને અહીં ખુશીથી જીવી રહી છે. તેમણે કહ્યું કે અંજુના પાકિસ્તાન આવવા સાથે જોડાયેલી તપાસ પૂર્ણ થઈ ગઈ છે. તે એક મહિનાના વિઝા પર આવી છે અને તેના તમામ પ્રવાસ દસ્તાવેજો માન્ય અને સંપૂર્ણ છે. ખાને કહ્યું કે સ્થાનિક લોકો અંજુને ભેટ આપી રહ્યા છે અને તે અહીં ખુશીથી રહે છે. જિલ્લા પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું કે અંજુ મીડિયા સાથે વાત કરવા માંગતી નથી કે તે કોઈ ઈન્ટરવ્યુ પણ આપવા માંગતી નથી.

Niraj Patel