બીભત્સ MMS લીક પર વાત કરતા થઇ ઇમોશનલ આ સેલિબ્રિટી, બોલી- મારી પણ ફેમીલી અને નાનો ભાઇ છે જે આ બધુ જુએ છે, તો પણ…

સોશિયલ મીડિયા સ્ટાર અને લોકઅપ સ્પર્ધક અંજલિ અરોરા આ દિવસોમાં ચર્ચામાં છે. કંગના રનૌત દ્વારા હોસ્ટ કરવામાં આવેલા એકતા કપૂરના રિયાલિટી શોથી અંજલિને ઘણી લોકપ્રિયતા મળી હતી. હવે તે સૈયાં દિલ મેં આના રે ગીતમાં જોવા મળશે, જે જૂના ગીતની રિમેક છે. જો કે, તે તાજેતરમાં તે તેના MMS વીડિયોને કારણે સમાચારમાં છે.

તેનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે અંજલિએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. સિદ્ધાર્થ કાનન સાથેના એક ઈન્ટરવ્યુમાં અંજલિ અરોરા તેના MMS લીક વિશે વાત કરતી વખતે ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. તેણે આ બાબતે ખુલીને વાત કરી અને જણાવ્યું કે આ વીડિયો તેના નાના ભાઈ-બહેનો પણ જોઈ રહ્યા છે.

તે 21 વર્ષની છે અને આ બધું સહન કરી શકતી નથી. અંજલિએ એ પણ જણાવ્યું કે વીડિયોમાં તેનું નામ આવ્યા બાદ તેના માતા-પિતાની પ્રતિક્રિયા શું હતી. હવે તેનો ડાન્સ વીડિયો ‘સૈયા દિલ મેં આના રે’ રિલીઝ થયો છે. આ દરમિયાન, એક વાયરલ MMS સાથે તેનું નામ જોડાવાને કારણે તેને ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અંજલિએ આ બાબતે સિદ્ધાર્થ કાનન સાથે વાત કરી હતી. સિદ્ધાર્થે પૂછ્યું, 21 વર્ષની ઉંમરે સફળતા મળે છે, લોકપ્રિયતા આવે છે,

પરંતુ જ્યારે MMSનો વીડિયો બધે ફેલાઈ રહ્યો છે. શું 21 વર્ષની છોકરી સહન કરી શકે? આના પર અંજલિએ જવાબ આપ્યો, મને ખબર નથી કે લોકો શું કરી રહ્યા છે. મારું નામ મૂકીને, મારો ફોટો મૂકીને કે અંજલિ અરોરાનો એમએમએસ છે, આ તે શું છે, મને ખબર નથી. તેણે કહ્યુ મારો પણ પરિવાર છે. મારો પરિવાર, ભાઈ બધા વીડિયો જુએ છે.

આટલું કહીને અંજલિ રડવા લાગી. અંજલિએ કહ્યું, ક્યારેક જ્યારે હું આ વસ્તુઓ જોઉં છું, ત્યારે મને લાગે છે કે હું આ બધું શા માટે કરી રહી છું, જેમાં હું પણ નથી, યુટ્યુબ પર વ્યુઝ માટે ? મારો પણ એક પરિવાર છે, મારો ભાઈ છે, બહેન છે, મારો નાનો ભાઈ છે, જે આ બધું જુએ છે. કેટલાક લોકો આ વાતને ખોટી રીતે લઈ રહ્યા છે. કોઈને બદનામ કરવા માંગો છો ઠીક છે પણ આ રીતે ?

કહેવાય છે કે જો તમે કોઈની સફળતા જોઇ ન શકતા હોવ તો તેમને બદનામ કરો, આ જ તેઓ કરી રહ્યા છે. હું તેમના વિશે શું કહું. તેના પર માતા-પિતાની પ્રતિક્રિયા શું હતી, આ પર અંજલિએ જવાબ આપ્યો, જ્યારે હું લોકઅપમાંથી આવી ત્યારે મને ખબર હતી કે લોકઅપ પહેલેથી જ ચાલુ છે. જ્યારે ચોથા અઠવાડિયાની આસપાસ કંઈક બન્યું, ત્યારે મારા માતાપિતાએ ફરિયાદ નોંધાવી હતી કે અંજલિના ચહેરા સાથે કેટલાક નકલી વીડિયો ચલાવવામાં આવી રહ્યા છે.

મારા માતા-પિતાએ મને ના પૂછ્યુ કે આ શું છે અને શું નથી. પરંતુ થોડા દિવસો પહેલા મારી સાથે આ બધી બાબતો ફરી થવા લાગી. ઘણી ગંદી કોમેન્ટ આવી રહી છે. અંજલિએ પૂછ્યું કે મેં શું ખોટું કર્યું છે. કોનું શું બગાડ્યુ છે. તમે લોકો મને ખૂબ પ્રેમ આપી રહ્યા છો અને મને ખૂબ સપોર્ટ કરો છો. પછી તમે આવા કામો કરો છો. તેઓ એ પણ વિચારતા નથી કે કોઈનો પરિવાર તેને સહન કરી શકશે કે નહીં. હું માત્ર 21 વર્ષની છું,

હું પણ આ બાબતને સંભાળવા તૈયાર નથી. લોકોને આવી વાતો ફેલાવવામાં આનંદ આવે છે, તેઓને કોઈની ઈજ્જત સાથે રમવામાં શરમ આવતી નથી. અંજલિએ જણાવ્યું કે તેના પરિવાર તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે પરંતુ તે દુઃખની વાત છે કે પરિવાર આ બધું સહન કરી શકશે નહીં.

Shah Jina