મુવી રીવ્યુ : એનિમલ મુવી જોવા જાઓ એ પહેલા આ રીવ્યુ જરૂર વાંચજો નહીંતર તમારા પૈસા….

રણબીર કપૂરના ધાંસૂ પરફોર્મન્સે ઉડાવ્યા બધાના હોંશ, ‘એનિમલ’ની ખૂબ તારીફ કરી રહ્યા છે લોકો- વાંચી લો રિવ્યુ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

બોલિવુડના હેન્ડસમ હંક રણબીર કપૂરનું નામ તે ફેવરેટ કલાકારોમાં સામેલ છે, જેમના ખાતામાં ભલે ફિલ્મોની સંખ્યા ઓછી હોય પરંતુ હિટ લિસ્ટ સારી હોય છે. ગયા વર્ષે રણબીર કપૂરની ‘બ્રહ્માસ્ત્ર’ હિટ રહી હતી, ત્યારે આ વર્ષે તેણે ‘તુ જૂઠી મેં મક્કાર’ ફિલ્મથી બધાનું દિલ જીતી લીધું હતું.

ફિલ્મ એનિમલમાં રણબીરના અભિનયની કરી રહ્યા છે લોકો પ્રશંશા

ત્યારે હવે એનિમલ, જે રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાં સામેલ છે, તે પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. તો ચાલો જાણીએ કે સંદીપ રેડ્ડી વાંગા નિર્દેશિત એનિમલને સોશિયલ મીડિયા પર કેવો પ્રતિસાદ મળી રહ્યો છે. X (Twitter) પર ફિલ્મ એનિમલ સાથે જોડાયેલા કેટલાક હેશટેગ્સ વાયરલ થઈ રહ્યા છે, જેમાં #Animal #RanbirKapoor ટ્રેન્ડ કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર ફોટો-વીડિયો શેર કરી લોકોએ આપી પ્રતિક્રિયા

ફિલ્મને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ખૂબ જ જોરદાર રિવ્યુ મળી રહ્યા છે. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર ફિલ્મના કેટલાક સીન પણ શેર કર્યા છે. વીડિયોની સાથે દર્શકો ફિલ્મ અને ખાસ કરીને રણબીર કપૂરના વખાણ કરતા થાકતા નથી. આ ફિલ્મને જોનારા ઘણા દર્શકોએ તેને રણબીર કપૂરની સૌથી શાનદાર ફિલ્મ અને બોક્સ ઓફિસ પર મોટી હિટ ફિલ્મ ગણાવી છે.

એકે કહ્યુ- એનિમલ બ્લોકબસ્ટર બનવા જઈ રહી છે

જો કે, કેટલાક દર્શકોએ ફિલ્મની લંબાઈને તેનો નેગેટિવ પોઈન્ટ ગણાવ્યો. એક યૂઝરે લખ્યું, ‘કદાચ એક દાયકા પછી ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોયો. એનિમલ બ્લોકબસ્ટર બનવા જઈ રહી છે. આ યુઝરે રણબીરના અભિનયના પણ વખાણ કર્યા અને કહ્યુ કે આ ફિલ્મને જરૂર જુઓ.’

ફાઈટ સીને સિનેમાઘરોમાં તહેલકો મચાવી દીધો

બીજા એક યૂઝરે એનિમલના ફાઈટ સીનને લઈને કહ્યું, આ ફાઈટ સીને સિનેમાઘરોમાં તહેલકો મચાવી દીધો છે અને મ્યૂઝિકની સાથે બીજીએમ તો ખતરનાક છે. અન્ય એક યૂઝરે કહ્યું, રણબીર કપૂર વન મેન શો છે. બાપ-દીકરાની ઈમોશનલ કહાની. બેસ્ટ ઈન્ટરવલ, ઈન્ડિયન સિનેમામાં એક ધમાકો. ક્લાઈમેક્સ શાનદાર છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina