અનિલ અંબાણીની આ કંપનીએ પહેલા રોકાણકારોને બનાવ્યા કંગાળ અને હવે બનાવી રહી છે માલામાલ, એક જ વર્ષમાં પૈસા થયા ડબલ…1 રૂપિયાનો શેર પહોંચ્યો 20 રૂપિયા પાર

અનિલ અંબાણીની માલિકીની કંપનીના શેર છેલ્લા કેટલાક સમયથી ઝડપી ગતિએ ચાલી રહ્યા છે અને આ રોકેટ જેવા શેરે માત્ર એક વર્ષમાં તેના રોકાણકારોના પૈસા બમણા કરી દીધા છે. અમે રિલાયન્સ પાવર શેર વિશે વાત કરી રહ્યા છીએ, જેની કિંમત 1 રૂપિયાથી વધીને હવે 23 રૂપિયાને પાર થઈ ગઈ છે. જ્યાં સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, તો બીજી તરફ અનિલ અંબાણીની કંપનીના શેરમાં ખુલતાની સાથે જ અપર સર્કિટ લાગી હતી.

શેરબજાર ખુલતાની સાથે જ રિલાયન્સ પાવરનો શેર 4.58 ટકાની અપર સર્કિટ સાથે 23.20ના સ્તરે ખૂલ્યો હતો. બીજા ટ્રેડિંગ દિવસે પણ કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી. આ વૃદ્ધિ સાથે કંપનીની માર્કેટ મૂડી પણ વધીને 8840 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તાજેતરના સમયમાં અનિલ અંબાણીની કંપનીના શેરમાં જોવા મળેલા તોફાની ઉછાળાને કારણે શેરના ભાવમાં લગભગ 8 ટકાનો ઉછાળો નોંધાયો છે. છેલ્લા છ મહિનામાં તેમાં 22 ટકાનો વધારો જોવા મળ્યો છે. અનિલ અંબાણીની આ કંપનીના શેર તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરેથી 99 ટકા તૂટ્યા છે.

16 મે 2008ના રોજ રિલાયન્સ પાવર શેરનો ભાવ શેર દીઠ 260.78 હતો, જે ઘટી માર્ચ 2020માં 1 રૂપિયાના ભાવે પહોંચ્યો હતો. જો કે ત્યારપછી કંપનીના શેરમાં રિકવરી જોવા મળી અને અહીંથી તેના શેરમાં 2500 ટકાથી વધુનો વધારો થયો છે. 8 ફેબ્રુઆરી 2023ના રોજ રિલાયન્સ પાવર શેરનો ભાવ 11.70 રૂપિયા હતો. 19 માર્ચના રોજ આ શેર 22.70 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યો છે. એક વર્ષમાં આ સ્ટોક તેના રોકાણકારો માટે મલ્ટિબેગર સ્ટોક સાબિત થયો છે.

જો કોઈએ 8 ફેબ્રુઆરી 2023ના રોજ આ ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે આ રકમ 2 લાખ રૂપિયાથી વધુ હોત. રિલાયન્સ પાવર લિમિટેડ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની કંપની છે. રિલાયન્સ ગ્રૂપ નાણાકીય સેવાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊર્જા સહિત ઘણા ક્ષેત્રોમાં કાર્ય કરે છે. જ્યારે રિલાયન્સ પાવર ભારતમાં પાવર પ્રોજેક્ટના વિકાસ, બાંધકામ અને સંચાલન માટે કામ કરે છે. તેની કેટલીક સબસિડિયરી કંપનીઓ પણ છે. કંપની પાસે લગભગ 6000 મેગાવોટની ઓપરેશનલ પાવર જનરેશન એસેટ્સ છે.

(Disclaimer: અહીં ફક્ત શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતાં પહેલાં એડવાઇઝર સાથે ચર્ચા કરી લો. તમને કોઇપણ પ્રકારના લાભ અથવા નુકસાન માટે GujjuRocks જવાબદાર રહેશે નહી. )

Shah Jina