મુકેશ અંબાણીની વહુએ શ્લોકા-રાધિકાને તો બધા જાણે છે પણ શું તમે અનિલ અંબાણીની વહુરાણી કૃષાને જાણો છો ? ફેશન-સ્ટાઇલમાં રાધિકાને પણ આપે છે ટક્કર

અનિલ અંબાણીના દીકરાથી કમ ખુદ્દાર નથી વહુ કૃષા, પોતાના દમ પર ઊભો કર્યો છે કરોડોનો કારોબાર- જુઓ તસવીરો

દેશ અને એશિયાના સૌથી ધનિક બિઝનેસમેનમાંના એક એવા મુકેશ અંબાણીનો પરિવાર અવાર નવાર ચર્ચામાં રહેતો હોય છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી હોય કે પછી તેમીન દીકરી ઇશા અથવા તો વહુએ શ્લોકા અને રાધિકા બધા તેમની સુંદરતાની સાથે સાથે સ્ટાઇલ માટે જાણીતા છે. જ્યારે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટની વાત આવે તો કહેવું જ શું.

રાધિકા હંમેશા તેની ક્યૂટનેસ અને સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. આ જ કારણ છે કે મુકેશ અને નીતા અંબાણીની નાની વહુની તસવીરો સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ વાયરલ થાય છે. જો કે, અંબાણી પરિવારની બીજી એક વહુ છે, જે સૌંદર્ય અને સ્ટાઈલમાં રાધિકાને ટક્કર આપે છે. અમે વાત કરી રહ્યા છીએ કૃશા અંબાણીની, જે અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણીની પત્ની છે.

આટલા મોટા પરિવારમાંથી આવતા હોવા છતાં કૃશાની સાદગી એવી છે કે તે કોઈપણના દિલને સ્પર્શી જાય. જો તેની સુંદરતા અને ફેશન સેન્સની વાત કરીએ તો તે મુકેશ અંબાણીની વહુઓથી કમ નથી. એક સમયે દેવું ચૂકવવા માટે પત્ની ટીના અંબાણીના ઘરેણાં વેચનાર અનિલ અંબાણી અને તેમના પરિવારના ખરાબ દિવસો હવે સમાપ્ત થઈ રહ્યા છે. તેમના પુત્રો બિઝનેસમાં આવેલ ખરાબ સમયને ગુજારી લીધો. અનિલ અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણીની મહેનતને કારણે બિઝનેસની નેટવર્થ 2000 કરોડને પાર કરી ગઈ છે.

અનમોલની પત્ની કૃશા શાહ પણ પતિ અને પરિવારને દરેક પગલે સાથ આપે છે. તેણે પોતાના દમ પર કરોડો રૂપિયાનો બિઝનેસ ઉભો કર્યો છે. લગ્ન પહેલાથી જ તે પોતાનો બિઝનેસ ચલાવી રહી છે. અનમોલ અંબાણી સાથે લગ્નના બંધનાં બંધાયા બાદ તેણે બિઝનેસને આગળ વધાર્યો. અનમોલ અને કૃશાના લગ્ન 20 ફેબ્રુઆરી 2022ના રોજ થયા હતા. કૃશા એક સામાજિક કાર્યકર અને ઉદ્યોગસાહસિક છે. મુંબઈમાં ઉછરેલી કૃશા નીલમ અને નિકુંજ શાહની નાની દીકરી છે.

તેણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી સામાજિક નીતિ અને વિકાસનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી પોલિટિકલ ઇકોનોમિક્સમાં ડિગ્રી મેળવી છે. તેણે બ્રિટનમાં એક્સેન્ચર સાથે વ્યાવસાયિક જીવનની શરૂઆત કરી હતી. આ પછી તે એક ઉદ્યોગસાહસિક તરીકે કામ કરવા માટે ભારત પરત આવી અને પછી સર્જનાત્મક સહયોગ, આંતરરાષ્ટ્રીય નેટવર્કિંગ અને સમુદાય નિર્માણ માટે એક સોશિયલ નેટવર્કિંગ ફર્મ શરૂ કરી.

તેણે COVID-19 રોગચાળા દરમિયાન માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા માટે #Lovenotfea માનસિક સ્વાસ્થ્ય અભિયાન પણ શરૂ કર્યું. ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ વર્ષ 2022માં કૃશાનું બિઝનેસ સામ્રાજ્ય લગભગ 4 કરોડ રૂપિયાનું હતું. આ પછી તેની કંપનીનો વિકાસ થયો છે પરંતુ આ અંગેની માહિતી Dyscoની વેબસાઇટ પર શેર કરવામાં આવી નથી.

એવા અહેવાલ છે કે કૃશાના પિતાનું વર્ષ 2021માં નિધન થઇ ગયુ હતુ. તે નિકુંજ એન્ટરપ્રાઇઝના ચેરમેન અને એમડી હતી. તેમણે SVS એક્વા ટેક્નોલોજીના ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. તેમના નિધન બાદ કૃશાના ભાઈએ પરિવારનો વ્યવસાય સંભાળ્યો. કૃશાની માતા નીલમ શાહ વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 25 વર્ષ સુધી ઈન્ડસ્ટ્રીથી દૂર રહ્યા બાદ તેમણે 2010માં તેની મોટી દીકરી નૃતિ સાથે કામ કરવાનું શરૂ કર્યું. કૃશા અને અનમોલની સગાઇ ડિસેમ્બર 2021માં સગાઈ કરી હતી. બંનેના લગ્નમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને વેપારી જગતના ઘણા લોકોએ હાજરી આપી હતી.

Shah Jina