સોશિયલ મીડિયા ઉપર ધમાલ મચાવ્યા બાદ આ છોકરી હવે ફિલ્મોમાં કરવા જઈ રહી છે ડેબ્યુ, તેની તસવીરો જોઈને ઘાયલ થઇ જશો

ટકાટક ઉપર વીડિયો બનાવીને ફેમસ થઇ ગઈ આ છોકરી, હવે સાઈન કરી લીધી ફિલ્મ, જુઓ તેની શાનદાર તસવીરો

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે જે લોકોને રાતોરાત સ્ટાર પણ બનાવી દે છે. એવી જ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ચર્ચિત એન્જલ રાય હવે ફિલ્મોમાં આવવાની તૈયારીઓ કરી રહી છે.

એંજલે હાલમાં જ પોતાની પહેલી સાઉથ ફિલ્મ સાઈન કરી છે. એંજલ ઇન્ડિયન આઇડલ વિજેતા સલમાન અલી સાથે એક નવું ગીત પણ કરી રહી છે. એક ગાયિકાના રૂપમાં પોતાની સફર શરૂ કરનારી એંજલ પોતાના આકર્ષક વીડિયોના કારણે લાખો લોકોના દિલ જીતી લીધા છે.

શોર્ટ વીડિયોના માધ્યમથી તેને એમએક્સ ટકાટક એપ ઉપર પોતાની પ્રતિભા બતાવી અને આખી દુનિયાને તેના પ્રત્યે આકર્ષિત કરી દીધી. એમએક્સ ટકાટક ઉપર તેના 1.4 કરોડથી પણ વધારે ફોલોઅર્સ છે. જયારે કરોડો લોકો તેને પસંદ પણ કરે છે.

એંજલે જણાવ્યું છે કે તે બહુ જ જલ્દી એક સાઉથ ફિલ્મમાં નજર આવશે. તેને જણાવ્યું કે તેને હાલમાં જ પોતાની એક સાઉથ ફિલ્મ સાઈન કરી છે.

આ ઉપરાંત તે એમ પણ કહે છે કે ઇન્ડિયન આઇડલ વિજેતા સલામાન અલી સાથે તે એક ગીત પણ કરી રહી છે.

એંજલ રાયના ગીત “રોઈ ના જે યાદ મેરી” ને પહેલા જ યુટ્યુબ ઉપર મિલિયન્સ વ્યૂઝ મળી ગયા છે. એંજલ મોડલ પણ છે જે સોશિયલ મીડિયામાં હંમેશા ચર્ચામાં રહે છે.

ઇન્સ્ટાગ્રામ ઉપર બે મિલિયન અને ઘણા ડિઝીટીલ એપ ઉપર દસ મિલિયનથી પણ વધારે લોકોને ગમતી એંજલ રાય ઝી મ્યુઝિકમાં ઘણા બધા ગીતોમાં નજર આવી ચુકી છે.

આ પહેલા એંજલના “એક નજર, રાંઝરા, આને વાલે પલ” બોલીવુડના પ્રખ્યાત સિંગર જુબિન ગર્ગ સાથે મળીને ગાયા છે.

Niraj Patel