અનંત-રાધિકાની કોકટેલ નાઇટનો ઇનસાઇડ વીડિયો ! મહેમાન નવાજી કરતા જોવા મળ્યા મુકેશ અંબાણી તો થનારી વહુ રાધિકા ખિલખિલાઇને હસતી જોવા મળી

ચારેકોર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની ચર્ચા છે. આ ત્રણ દિવસીય બિગ બેશમાં માત્ર ભારતીયો જ નહી પરંતુ વિદેશની મોટી હસ્તીઓ પણ હાજરી આપવા ગુજરાતના જામનગર પહોંચી છે. જામનગરમાં યોજાનાર આ સેલિબ્રેશન માટે અંબાણી પરિવારે ખાસ તૈયારીઓ પણ કરી છે.

ત્યારે પહેલા દિવસે કોકટેલ નાઇટમાં સમગ્ર અંબાણી પરિવાર એકસાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણી અને પત્ની શ્લોકા મહેતા સહિત ઈવાન્કા ટ્રમ્પ, મેટા સીઈઓ માર્ક ઝુકરબર્ગ જેવી વૈશ્વિક હસ્તીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

ઇન્ટરનેશનલ પોપ સિંગર રિહાનાએ ગઈકાલે એટલે કે 1 માર્ચે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં તેના પરફોર્મન્સથી તમામ મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેણે પોતાના ઘણા પ્રખ્યાત ગીતો સાથે ધૂમ મચાવી દીધી. કાર્યક્રમમાં તેણે અંબાણી પરિવાર પર ઘણો પ્રેમ વરસાવ્યો અને તેમની સાથે સ્ટેજ પણ શેર કર્યો.

કળા અને સંસ્કૃતિના શોખીન નીતા અંબાણી આ દરમિયાન ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા અને મુકેશ અંબાણીએ આ પાર્ટી માટે સૂટ પહેર્યો હતો. જ્યારે રેડ સૂટમાં આકાશ અને તેની પત્ની શ્લોકા રેડ ગાઉનમાં અપ્સરા જેવી લાગી રહી હતી. દુલ્હે રાજા અનંત બ્લુ શૂટમાં જ્યારે રાધિકા પેસ્ટલ ગાઉનમાં સુંદર લાગી રહી હતી.

બંનેએ ખુલ્લા દિલે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું. ગત રોજ યોજાયેલ કોકટેલ નાઇટનો વીડિયો સામે આવ્યો છે જેમાં વેન્યુ ખૂબ જ આકર્ષક અને સુંદર લાગી રહ્યુ છે. આ ઉપરાંત મુકેશ અંબાણી મોંઘેરા મહેમાનોની મહેમાન નવાજી કરતા જોવા મળી રહ્યા છે.

Shah Jina