અનંત-રાધિકાની પ્રિવેડિંગ નાઈટમાં ગુજરાતી રંગમાં રંગાયા વિદેશી મહેમાનો, ઝકરબર્ગ અને ટ્રમ્પના દેશી લુકે દિલ જીત્યા, જુઓ

Anant-Radhika Pre Wedding Garba Night : મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં જોરશોરથી ચાલી રહ્યું છે. સમારંભની અંદરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ પ્રસંગની  ઉજવણી ત્રણ દિવસ સુધી ચાલશે. જ્યાં સેલિબ્રેશનના પહેલા દિવસે એટલે કે 1 માર્ચના રોજ કપલની કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે સંગીત અને ગરબા નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડ સ્ટાર્સ પણ જોરશોરથી ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

દરમિયાન, હિન્દી સિનેમાના ત્રણેય ખાન સલમાન ખાન, આમિર ખાન અને શાહરૂખ ખાને સ્ટેજ પર એકસાથે દમદાર પરફોર્મન્સ આપીને ચાહકોને ચોંકાવી દીધા છે. આ દરમિયાન તે ફિલ્મ RRRના ઓસ્કાર વિજેતા ગીત “નાટુ-નાટુ” પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જો કે, આ પહેલીવાર છે જ્યારે ત્રણેય ખાને એકસાથે સ્ટેજ શેર કર્યું છે અને ત્રણેય મસ્તીભર્યા અંદાજમાં જોવા મળ્યા હતા.

આ સાથે દિલજીત દોસાંઝ પણ મ્યુઝિક નાઈટમાં ચાર્ટબસ્ટર ગીતો પર પરફોર્મ કરતો જોવા મળ્યો હતો.


શાહરૂખ ખાન, સુહાના ખાન, અનન્યા પાંડે, શનાયા કપૂર અને નવ્યા નવેલી નંદા પણ દલજીત સાથે જોડાયા અને સ્ટેજ પર હલચલ મચાવી દીધી. આ દરમિયાન સાઇના નેહવાલ પણ દિલજીતના ગીતો પર ડાન્સ કરતી જોવા મળી હતી.

રાધિકા-અનંતના પ્રી-વેડિંગ ફંક્શનમાં કરીના કપૂર અને સૈફ અલી ખાન પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. યુવા પેઢીની બોલિવૂડ હસ્તીઓ અનન્યા પાંડે, જ્હાનવી કપૂર, ખુશી કપૂર, મનીષ મલ્હોત્રા, સારા અલી ખાને સ્ટેજ પર સાથે ડાન્સ કર્યો હતો અને આ દરમિયાન તેઓએ ‘લેજા-લેજા’ ગીત પર શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.

આ ઉપરાંત આ ઇવેન્ટમાં વિદેશી મહેમાનો પણ ભારતીય રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા.

બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ જેવી મોટી મોટી હસ્તીઓએ પણ ભારતીય પરિધાન પહેર્યા હતા. ગરબા નાઈટમાં પણ જોરદાર રંગ જોવા મળ્યો હતો.

જેમાં મહેન્દ્ર સિંહ ધોની ઉપરાંત દીપિકા ને રણબીર પણ ગરબા રમતા જોવા મળ્યા. મુકેશ અંબાણીએ પણ નીતા અંબાણી સાથે ગરબા રમ્યા હતા.

ગરબા નાઈટમાં વિદેશી મહેમાનોનો ગજબનો રંગ, રણવીર, દીપિકા સાથે ધોની અને સાક્ષી પણ ગરબે ઘૂમ્યા, મુકેશ અંબાણીએ પણ નીતા અંબાણી સાથે મિલાવ્યો તાલ,

મુકેશ અંબાણીએ પણ નીતા અંબાણી સાથે મિલાવ્યો તાલ,

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel