આ આલીશાન ક્રૂઝ પર થશે અનંત-રાધિકાની બીજી પ્રી-વેડિંગ સેરેમની, કિંમત અને ખાસિયત જાણી રહી જશો હેરાન
દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને ભાવિ પુત્રવધુ રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમની બુધવાર એટલે કે 29 મેથી શરૂ થવા જઈ રહી છે. આ એક ખૂબ જ ભવ્ય ઇવેન્ટ હશે જેમાં મહેમાનોને ઇટલી અને સદર્ન ફ્રાન્સ વચ્ચેના લક્ઝુરિયસ ક્રૂઝ પર લઈ જવામાં આવશે.
અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન ચાર દિવસ સુધી ચાલશે જેમાં કુલ 4380 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે ક્રુઝ શિપ પર આ બીજુ પ્રી-વેડિંગ ફંક્શન યોજાવા જઈ રહ્યું છે તેનું નામ સેલિબ્રિટી એસેન્ટ છે. આ એક ખૂબ જ લક્ઝુરિયસ ક્રુઝ શિપ છે જેમાં ફાઈવ સ્ટાર રિસોર્ટ જેવી સુવિધાઓ છે.
આ ક્રૂઝ ફ્રાન્સની અગ્રણી શિપબિલ્ડિંગ કંપની ચેન્ટિયર્સ ડી આઈ’એટલેન્ટિક સેલિબ્રિટી દ્વારા બનાવવામાં આવી છે. આ જહાજની કિંમત લગભગ 90 કરોડ ડોલર એટલે કે 7,475 કરોડ રૂપિયા છે. જહાજની લંબાઈ 327 મીટર અને પહોળાઈ 39 મીટર છે. આમાં એક સાથે 3,950 મુસાફરો મુસાફરી કરી શકશે.
આ જહાજ પર મહેમાનો લેપ પૂલ, ડોટ ટબ પૂલ, સ્યુટ બેડરૂમ, ડ્રેસિંગ રૂમ, લિવિંગ એરિયા અને ડાઇનિંગ એરિયા જેવી ઘણી સુવિધાઓનો આનંદ લઈ શકે છે, દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, આ શાનદાર પ્રી-વેડિંગ સેરેમની 29 મેથી ઈટાલીમાં શરૂ થશે. ક્રુઝ પાલેર્મો પોર્ટથી રવાના થશે.
ચાર દિવસીય આ ફંક્શનના પ્રથમ દિવસે મહેમાનો માટે સ્વાગત લંચ અને સ્ટેરી નાઈટ ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે. બીજા દિવસે તમામ મહેમાનો રોમ શહેરની સુંદરતાનો આનંદ માણશે. આ સાથે ક્રુઝ પર ભવ્ય ડિનર અને ટોગા પાર્ટીનું પણ આયોજન કરવામાં આવશે. ત્રીજા દિવસે તમામ મહેમાનો ફ્રાન્સના કાન્સ શહેર પહોંચશે અને અહીં ફરીથી ક્રુઝ પર ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવશે.
કાર્યક્રમના ચોથા એટલે કે છેલ્લા દિવસે મહેમાનો ઇટલીના પોર્ટોફિનોમાં પ્રવાસનો આનંદ માણશે. ચાર દિવસ સુધી ચાલનારા આ ફંક્શનમાં કુલ 800 મહેમાનો હાજરી આપશે, જેમાં 300 VVIP મહેમાનો સામેલ છે. મહેમાનોની લિસ્ટમાં ઘણા બોલિવૂડ સેલેબ્સના નામ પણ સામેલ છે.
જેમાં રણવીર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન, સલમાન ખાન વગેરે જેવા દિગ્ગજ કલાકારોનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્લોબલ પોપ સ્ટાર શકીરા પણ આ પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરી શકે છે.
આ પરફોર્મન્સ માટે તે 10 થી 15 કરોડ રૂપિયા ચાર્જ કરી રહી છે. આ પહેલા ગુજરાતના જામનગરમાં યોજાયેલ ત્રણ દીવસીય પ્રી વેડિંગ સેરેમનીમાં પોપ સ્ટાર રિહાનાએ પરફોર્મ કર્યુ હતું.
View this post on Instagram