અનંત અંબાણીની બર્થ ડે પાર્ટીમાં સલમાન ખાને જમાવ્યો રંગ, ગાયુ ગીત…જામનગર ફરી એકવાર ઝગમગી ઉઠ્યુ- જુઓ વીડિયો

અનંત અંબાણીના બર્થ ડે પર સલમાન ખાને આવી રીતે રંગીન બનાવી સાંજ, એકવાર ફરી સ્ટાર્સથી ઝળહળી ઉઠ્યું જામનગર

ફરી એકવાર અંબાણી પરિવારમાં ઉજવણીનો માહોલ છે અને આ ઉજવણી છે અનંત અંબાણીના જન્મદિવસની. અનંત અંબાણી આજે એટલે કે 10મી એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ વર્ષે અનંતે પોતાનો જન્મદિવસ જામનગરમાં સેલિબ્રેટ કર્યો અને આ દરમિયાન ફરી એકવાર સ્ટાર્સથી જામનગર ઝળહળી ઉઠ્યુ.

જામનગરથી અનેક વીડિયો સામે આવ્યા છે, જેમાંથી એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ હેડલાઈન્સ બનાવી રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન અનંત અંબાણી માટે ગીત ગાતો જોવા મળી રહ્યો છે, જેની અત્યારે ખૂબ જ ચર્ચા થઈ રહી છે. ગત રોજ અનંતના પ્રી બર્થ ડે સેલિબ્રેશનનું આયોજન જામનગરમાં કરવામાં આવ્યુ હતુ અને ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા.

સલમાન ખાન અનંતના બર્થ ડે બેશમાં બી પ્રાક સાથે રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’નું ગીત ‘સારી દુનિયા જલા દેંગે’ ગાતો જોવા મળ્યો હતો. ભાઈજાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવતા જ કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. સલમાન ખાન અને બી પ્રાક ઉપરાંત ઈન્ટરનેટ સેન્સેશન ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામણી પણ અનંત અંબાણીના બર્થ ડે સેલિબ્રેશનમાં પહોંચ્યો હતો.

તેણે કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં તે સલમાન ખાન સાથે પોઝ આપતો જોવા મળે છે. સલમાન ખાન 8 એપ્રિલે મોડી રાત્રે મુંબઈથી ગુજરાતના જામનગર જવા રવાના થયો હતો. મુંબઈના કાલીના એરપોર્ટ પરથી સલમાન ખાનની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા હતા.

આ પછી સલમાન ખાન જામનગર એરપોર્ટ પર પણ જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયોમાં સલમાન ખાન બ્લેક ટી-શર્ટ અને બ્લુ ડેનિમમાં જોવા મળે છે. જણાવી દઈએ કે રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર 10 એપ્રિલે પોતાનો 29મો જન્મદિવસ ખૂબ જ ખાસ અને શાનદાર રીતે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ પહેલા અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટનું જામનગરમાં ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેલિબ્રેશન યોજાયુ હતું. બોલિવૂડ સેલેબ્સ, હોલીવુડ સેલેબ્સ, બિઝનેસ ટાયકૂન્સ, રાજકારણીઓ અને રમત જગતની ઘણી મોટી હસ્તીઓએ આ પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

Shah Jina