આણંદ : ઠક્કર ખમણથી પ્રખ્યાત વેપારીના પત્નીનું શંકાસ્પદ મોત, પિયરવાળાએ જતાવી હત્યાની આશંકા

ગુજરાતમાંથી ઘણીવાર હત્યા અને આત્મહત્યાના કિસ્સા સામે આવતા હોય છે. ઘણીવાર એવા કિસ્સા સામે આવતા હોય છે કે હત્યા કરી અને મોતને કુદરતી મોતમાં ખપાવી દેવામાં આવ્યુ હોય. આવો જ એક કિસ્સો આણંદમાંથી સામે આવ્યો છે. આણંદના ઠક્કર ખમણથી પ્રખ્યાત વેપારીના પત્નીનું શંકાસ્પદ મોત થયા બાદ ચકચાર મચી જવા પામી છે. વેપારીની પત્નીની લાશ બાથરૂમમાં મળી હતી અને તેના ગળાના ભાગે ઈજાના નિશાન પણ હતા. જેથી મૃતકના પિયરવાળાએ દીકરીના હત્યાની શંકા વ્યક્ત કરી છે.

Image Courtesy

ઘટનાની વિગત તપાસીએ તો, આણંદ બોરસદ રોડ પર ઠક્કર ખમણ હાઉસના વેપારી અમિત ઠક્કરના લગ્ન સુરતના રોક્ષા નામની યુવતી સાથે લગભગ પંદરેક વર્ષ પહેલા થયા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. મંગળવારના રોજ સવારે રોક્ષાબેન બાથરૂમમાં ન્હાવા ગયા હતા, ત્યારે તેમની લાશ બાથરૂમમાંથી મળી આવી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જે બાદ ત્યાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના મામલે રોક્ષાબેનના પિયરના લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. પહેલા દીકરી પડી જવાના અને બાદમાં તેમના મોતના સમાચાર મળતા તેઓ કંઈ સમજી શક્યા ન હતા.

મૃતકના પિયરવાળાને હત્યાની શંકા ઉપજી હતી. તેના ભાઈએ બહેનના પોસ્ટમોર્ટમની માંગ કરી હતી. આ માંગ એ માટે કરવામાં આવી હતી કારણ કે મૃતકના ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. બહેનના મોત પાછળ સાસરીના લોકો જવાબદાર હોવાની તેમને શંકા છે. રોક્ષાબેન અને તેમના પતિ અમિત ઠક્કર વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલતો હતો, જેના વિશે રોક્ષાબેનના પરિવારજનો જાણતા હતા. મૃતકના ભાઇએ આક્ષેપ કર્યો હતો કે પાંચ-સાત વર્ષ અગાઉ મારો મોટા ભાઈ અંકુર બોરસદ ખાતે તેના ઘરે રહેવા માટે ગયો હતો. એ સમયે તે સુતો હતો. ત્યારે બેનની રૂમમાંથી મારવાનો અને તેના રડવાનો અવાજ આવતો હતો.

જેને પગલે એ જ દિવસે તે તેની રોક્ષા તથા તેના બંને બાળકોને લઈને પિયર સુરત આવી ગયા હતા. બાદમાં દોઢ-બે મહિના રહ્યા બાદ તેઓએ સમાધાન કરી તેને પરત લઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે,સાસરીયાઓ દ્વારા રોક્ષાનું ગળું દબાવીને દ્વારા હત્યા કરાઈ હોવાની શંકા વ્યકત કરવામાં આવી છે. જોકે, સાસરિયાઓ દ્વારા બાથરૂમમાં પડી જવાથી મોત થયું હોવાની વાર્તા ઉપજાવી કાઢીને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં તો આ મામલે ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર, સોમવારે રાત્રે સવા એક વાગ્યા આસપાસ રોક્ષાએ મેસેજ કર્યો હતો. આ મેસેજ વોટ્સએપ પર કર્યો હતો. પરંતુ તેમાં જાણે સાસરીયાઓની માંગને રજૂ કરતો મેસેજ હોય તેમ લાગી રહ્યુ હતુ. જોકે, આ મેસેજ તેના ભાઇએ સવારે જોયો હતો. તે કામમાં હતો જેને કારણે તે ફોન કરી શક્યો ન હતો.

Shah Jina