જીવનશૈલી

ઈશા અંબાણીને આ નામથી ચિઢવે છે પતિ આનંદ પીરામીલ, બંન્નેના સંબંધની તે વાતો જે બનાવે છે સૌથી ખાસ

દેશના ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે અમુક સમય પહેલા જ કુળના વંશનો જન્મ થયો છે. આકાશની પત્ની શ્લોકાએ દીકરાને જન્મ આપ્યો હતો અને તેનું નામ પૃથ્વી આકાશ અંબાણી રાખવામાં આવ્યું છે. જો કે આ બધા વચ્ચે આજે અમે તમને અંબાણી ખાનદાનની દીકરી ઈશા અંબાણી અને આનંદ પીરામીલની લવસ્ટોરીની અમુક ખાસ વાતો જણાવીશું.

Image Source

પ્રપોઝ કરવાના સમયે એવું કંઈક બન્યું હતું કે તેને યાદ કરીને આજે પણ આનંદ ઈશાને ચીઢવતા રહે છે. નીતાના આધારે દીકરી ઈશા કોઈપણ કામ તેને પૂછ્યા વગર નથી કરતી.

Image Source

એવામાં જ્યારે આનંદે ઈશાને પ્રપોઝ કર્યુ ત્યારે પણ ઈશાએ એવું કહી દીધુ હતું કે તેની મમ્મીને પૂછીને પછી જ જવાબ આપશે. ઈશાની આ વાત સાંભળીને આનંદે તરત જ નીતા અંબાણીને ફોન કર્યો તે સમયે નીતા આઇપીએલ મેચ માટે ઇન્દોરમાં હતી. નીતાએ કહ્યું કે,”અચાનક જ આનંદનો મને ફોન આવ્યો અને કહ્યું કે તમે આજે મને મળી શકો છો? મેં કહ્યું કે મુંબઈ આવ્યા પછી મળીશ”.

Image Source

નીતાએ આગળ કહ્યું કે,”જ્યારે હું ઘરે પહોંચી ત્યારે આનંદ, આકાશ, શ્લોકા અને આકાશ મારી રાહ જોઈ રહ્યા હતા. આનંદે મને કહ્યું કે તે ઈશાને પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે. તે દિવસે આનંદે મુકેશજી પાસે પણ ઈશા સાથે લગ્ન કરવાની પરવાનગી લીધી હતી. અમે બધા ખુબ જ ખુશ હતા. આનંદના મૂલ્ય અમારા પરિવાર સાથે ખુબ મળતા આવે છે”.

Image Source

નિતાજીએ એવું પણ કહ્યું હતું કે આનંદ પીરામીલ જેટલા બુદ્ધિમાન અને મહેનતી છે એટલા જ મજાકિયા સ્વભાવના પણ છે અને હંમેશા તે મારા નામ પર ઈશાને ચીઢવતા રહે છે.