આ છોકરાએ કચરામાંથી બનાવ્યો આયરન મેન સૂટ, હવે આનંદ મહિન્દ્રા નિભાવી રહ્યા છે તેમનું વચન, શેર કર્યો વીડિયો

આપણા  દેશની ઘણા બધા લોકો એવા છે જેમની પાસે ભપુર ટેલેન્ટ પડેલો છે, પરંતુ તેમની પાસે આગળ ભણવા માટે પૈસા નથી હોતા, અને તેમનો ટેલેન્ટ તેમના સુધી જ સીમિત રહી જાય છે. પરંતુ આજનો યુગ સોશિયલ મીડિયાનો યુગ છે અને અહીંયા સાચા ટેલેન્ટની પણ કદર થાય છે, ત્યારે હાલમાં જ એક બાળકના ટેલેન્ટની કદર આનંદ મહિન્દ્રાએ કરી છે.

મણિપુરમાં રહેવા વાળા એક છોકરાએ સ્ક્રેપમાંથી આયરન મેન સૂટ બનાવીને પોતાની પ્રતિભા બતાવી હતી. આ છોકરાનું નામ પ્રેમ નિંગોમબમ છે. પ્રેમના આ હુનરને જોઈને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા પણ ખુબ જ પ્રભાવિત થયા હતા.  હવે તેમને પ્રેમ અને તેના ભાઈ બહેનોને ભણાવવાનો ખર્ચ ઉઠાવવાનો પોતાનો વાયદો પૂર્ણ કર્યો છે. જેની જાણકારી આનંદ મહિન્દ્રાએ જાતે જ આપી છે.

ગત મહિને આનંદ મહિન્દ્રાએ ઇમ્ફાલના રહેવા વાળા પ્રેમ નામના એક બાળકનો વીડિયો શેર કર્યો હતો. જેમાં પ્રેમ સ્ક્રેપથી બનાવેલા આયરન મેન સૂટ પહેરીને નજર આવ્યો હતો. રસપ્રદ વાત એ હતી કે પ્રેમે આ સૂટને કબાડમાંથી તૈયાર કર્યો હતો. પ્રેમના ટેલેન્ટને જોઈને આનંદ મહિન્દ્રાએ તેની પ્રસંશા કરી હતી અને ટ્વીટ કરીને વચન આપ્યું હતું કે મહિન્દ્રા ફાઉન્ડેશન પ્રેમ અને તેના ભાઈ બહેનોના ભણતરનો ખર્ચ ઉઠાવશે.


પોતાની આ વચનને નિભાવતા મહિન્દ્રાએ ગત દિવસે ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે કે પ્રેમ એન્જીન્યરીંગનો અભ્યાસ કરવા માટે હૈદરાબાદના મહિન્દ્રા વિશ્વ વિદ્યાલયમાં પહોંચી ગયો છે. પ્રેમ ઈન્ડિગો ફલાઇટથી હૈદરાબાદ પહોંચ્યો હતો.

Niraj Patel