ખબર જીવનશૈલી

ઘોડા પર સવાર થઈને 10 માંની વિદ્યાર્થી છોકરી પહોંચી સ્કૂલે, આનંદ મહિન્દ્રાએ વિડીયો શેર કરીને કર્યા વખાણ

આજકાલ આ ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના સમયમાં સોશિયલ મીડિયા પર કોઈ પણ ખબર વાયરલ થતા વાર નથી લાગતી. ત્યારે હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક સ્કૂલની છોકરી ઘોડા પર સવાર થઈને સ્કૂલે જઈ રહી છે. છોકરી ટ્રાફિકવાળા રસ્તા પર આરામથી દોડાવી રહી છે. આ છોકરી દસમા ધોરણની છે અને પરીક્ષા આપવા જઈ રહી છે. આ વિડીયોમાં છોકરીએ સ્કૂલ યુનિફોર્મ પહેરેલો છે, અને ખભા પર બેગ લટકાવેલું છે. વીડિયોમાં આ છોકરી સફેદ ઘોડાની સવારી કરી રહી છે. આ ઘટના કેરલ રાજ્યના થ્રિસુરની છે. સોશિયલ મીડિયા પર લોકો આ છોકરીના જુસ્સાના વખાણ કરી રહયા છે.

Image Source

ત્યારે મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ અને પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કેરલની આ છોકરીને પોતાની હીરો કહી છે. આનંદ મહિન્દ્રાએ આ વિડીયો જોયો તો તેમને ટ્વીટ કરીને છોકરીના હોસલા અને નજરિયાના વખાણ કર્યા હતા. ઘોડા પર સવાર થઈને સ્કૂલે જઈ રહેલી આ છોકરીનો વિડીયો શેર કરતા આનંદ મહિન્દ્રાએ આને એવી કલીપ ગણાવી કે જે વૈશ્વિક સ્તર પર વાયરલ થવા યોગ્ય છે. તેમને પહેલા ટ્વિટમાં કહ્યું, ‘શાનદાર! છોકરીઓનું શિક્ષણ આગળ વધી રહ્યું છે. આ કલીપ વિશ્વસ્તર પર વાયરલ થવા યોગ્ય છે. આ જ અતુલ્ય ભારત છે.’

પોતાના બીજા ટ્વિટમાં તેમને લોકોને આ છોકરી વિશે જાણકારી આપવાની અપીલ કરી છે. તેમને લખ્યું – શું થ્રિસુરમાં કોઈ આ છોકરીને ઓળખે છે? મને આ છોકરી અને તેના ઘોડાની એક તસ્વીર પોતાના સ્ક્રીન સેવર તરીકે જોઈએ છે. એ મારી હીરો છે. તેના શાળાએ જવાના નજરિયાએ મને ભવિષ્ય માટે આશાવાદથી ભરી દીધો છે.’ આનંદ મહિન્દ્રાની આ ટવિટને અત્યાર સુધીમાં 4000થી વધુ રીટ્વિટ્સ અને 14000થી વધુ લાઇક્સ મળી ચુક્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ છોકરીનો વિડીયો જોઈને શાનદાર કોમેન્ટ કરી રહયા છે. કોઈએ કોમેન્ટમાં આ છોકરીને આજની લક્ષ્મી બાઈ કહી છે. ઘણા લોકોએ રસ્તાને પ્રદુષણમુક્ત કરવાની છોકરીની પહેલ કહી છે. ઘણા યુઝર્સ છોકરીના જુસ્સાની તારીફ કરી રહયા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks