ખેલ જગત

સાનિયા મિર્ઝાની બહેન અમન મિર્ઝાની રીશેપ્શન પાર્ટીમાં લાગ્યો હસ્તીઓનો મેળો, જુઓ 10 તસ્વીરો

સફળ અને લોકપ્રિય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝાએ અમુક દિસવો પહેલા જ 11 ડિસેમ્બરના રોજ પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદીનના દીકરા અસાદુદ્દીન સાથે લગ્ન કર્યા છે. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓના ભવ્ય લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચિત થઇ હતી.

Image Source

એવામાં હવે તેઓના લગ્નના ભવ્ય રિસ્પેશન પાર્ટીની તસ્વીરો સામે આવી છે. લગ્ન પછી હૈદરાબાદમાં શનિવારની રાતે ભવ્ય રિસ્પેશન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બૉલીવુડ, સાઉથ ઇન્ડસ્ટ્રીથી લઈને રાજનેતાઓ પણ સુંદર અવતારમાં આવી પહોંચ્યા હતા.

Image Source

રિસ્પેશન પાર્ટીની અમુક તસ્વીરો સાનિયા મિર્ઝા અને અનમ મિર્ઝાએ પોત પોતાના સોશિયલ એકાઉન્ટ પર પણ શેર કરી છે. જેમાં બંન્ને બહેનો વેસ્ટર્ન અને ભારિતય અમે બંન્ને અવતારમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

Image Source

આ ભવ્ય સમારોહમાં તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પણ આ નવિવાહિત જોડીને આશીર્વાદ આપવા માટે આવી પહોંચ્યા હતા. ચેન્દ્રશેખર રાવએ સ્ટેજ પર જઈને નવ યુગલને આશીર્વાદ આપ્યા હતા, આ સમયે તેઓની સાથે મોહમ્મદ અજહરુદીન પણ જોવા મળ્યા હતા.

Image Source

તેના સિવાય આ સમારોહમાં તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ અભિનેતા રામચરણ પણ પોતાની પત્ની સાથે આવી પહોંચ્યા હતા.

Image Source

બૉલીવુડ ડિરેક્ટર-કોરિયોગ્રાફર ફરાહ ખાન પણ આ સમારોહમાં આવી પહોંચી હતી. આ સિવાય અનમ મિર્ઝાના લગ્નના સંગીત સમારોહમાં પણ બોલીવુડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી.

Image Source

આ સમારોહમાં પૂર્વ કિર્કેટર વીવીએસ લક્ષ્મણ, સૈયદ કિરમાણી, ગાયિકા નીતિ મોહન, ઇરફાન પઠાણ, સંગીતા બિજલાણી, સૈયદ કિરમાણી પણ શાનદાર અંદાજમાં આવી પહોંચ્યા હતા.

Image Source

અનમ મિર્ઝાએ પોતાના રિસ્પેશનમાં સિલ્વર કલરનું લોન્ગ ગાઉન પહેરી રાખ્યું હતું અને માથા પર દુપટ્ટો પણ ઓઢી રાખ્યો હતો.

Image Source

આ ગાઉંનની સાથે અનમે ડાયમંડ નેકલેસ પણ પહેરી રાખ્યો હતો. જેની સાથે તેણે સ્મોકી આઈ મેકઅપ અને લિપસ્ટિક લગાવી રાખી હતી, જેમાં તેનો અંદાજ ખુબ જ સુંદર લાગી રહ્યો હતો. જ્યારે તેના પતિ બ્લેક અને વ્હાઇટ સૂટ-બૂટમાં જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં સાનિયા મિર્ઝાએ શીયર ડાર્ક કલરની હેવી વર્ક વળી લહેંગા ચોલી પહેરી રાખી હતી, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

Image Source

આ સિવાય રિસ્પેશનની એક અન્ય તસ્વીરમાં અનમ વેસ્ટર્ન લૂકમાં જોવા મળી હતી જેમાં તેણે ડાર્ક લાલ રંગનો શિમરી લોન્ગ ડ્રેસ પહેરી રાખ્યો હતો.

Image Source

જણાવી દઈએ કે અનમે બીજી વાર લગ્ન કર્યા છે. તેની પહેલા તે વર્ષ 2015 માં લગ્ન કરી ચુકી હતી, પણ વર્ષ 2017 માં તેના છૂટાછેડા થઇ ગયા હતા.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.