લોકપ્રિય ફિલ્મ વિવાહમાં પૂનમનું પાત્ર ખૂબ જાણીતું છે અને તે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી અમૃતા રાવે નિભાવ્યું હતું. તેની એક તસ્વીર સામે આવ્યો છે જેમાં તે બેબી બમ્પ બતાવી રહી છે. ફોટામાં અમૃતા વ્હાઇટ ટી-શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળી રહી છે, જ્યારે તેનો પતિ આરજે અનમોલ પણ જોવા મળી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફોટો ડોક્ટરના ક્લિનિક મુલાકાત દરમિયાન લેવામાં આવ્યો હતો.
View this post on Instagram
મળેલી માહિતી અનુસાર મોટાભાગના લોકો અમૃતાની ગર્ભાવસ્થા વિશે જાણતા નથી. અમૃતા અને અનમોલ બંને પોતાનું જીવન ખૂબ જ ખાનગી રીતે જીવે છે. અમૃતા માતા બનવાથી ખૂબ ખુશ છે અને ગર્ભાવસ્થાનો સંપૂર્ણ આનંદ લઈ રહી છે. અમૃતા અને અનમલે 2016 માં લગ્ન કર્યા હતા અને બંને વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

જણાવી દઈએ કે વિવાહ, ઇશ્ક વિશક, મેં હુ ના જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી અમૃતા રાવનો જન્મ 7 જૂનના થયો હતો, હાલમાં તે 39 વર્ષની છે. અમૃતા રાવે વર્ષ 2002માં ફિલ્મ ‘અબ કે બરસ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. અમૃતા રાવે બોલિવૂડ ઉપરાંત સાઉથમાં અને ટીવી સિરિયલમાં પણ કામ કર્યું છે. ફિલ્મ ઇશ્ક વિશક અને વિવાહમાં અમૃતા રાવ અને સાહિદની કેમેસ્ટ્રી લોકોને ખુબ જ પસંદ આવી હતી. પણ તે સમયે શાહિદ કરીના કપૂરને ડેટ કરી રહ્યો હતો. અમૃતા રાવ શાહિદ અને કરિનાના બ્રેકઅપનું પણ કારણ બની હતી.
View this post on Instagram
રિપોર્ટ અનુસાર ફિલ્મ વિવાહની શૂટિંગ દરમિયાન શાહિદ અને અમૃતા એકબીજાના નજીક આવ્યા હતા. એકવાર શાહિદે કહ્યું હતું કે તેની અને કરિનાની ઓનસ્ક્રિન જોડી ખરાબ લાગે છે. મારી અને અમૃતાની જોડી ખુબ જ સારી લાગે છે. અમૃતાને સુજ બડજાત્યાએ ફિલ્મ ‘પ્રેમ રત્ન ધન પાયો’ ની ઓફર આપી હતી પણ અમૃતાએ સલમાન ખાન સાથે કામ કરવાની ના પાડી દીધી હતી.
View this post on Instagram
કામની વાત કરીએ તો અમૃતા છેલ્લે બાલા ઠાકરેની બાયોપિકમાં જોવા મળી હતી આ ફિલ્મમાં તેમને ઠાકરેની પત્ની મીના ઠાકરેની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ લીડ રોલમાં નવાઝુદીન સિદ્ધિકી હતા.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.