બોલીવુડના મહાનાયક આવનારી ગુજરાતી ફિલ્મ “ફક્ત મહિલાઓ માટે”થી સિનેમામાં મચાવશે ધમાલ, ગુજરાતી દર્શકોમાં ખુશીની લહેર

ગુજરાતી સિનેમાના પડદા ઉપર જોવા મળશે અમિતાભ બચ્ચનનો આગવો અંદાજ, શૂટિંગ દરમિયાન ગુજરાતીમાં ડાયલોગ બોલતા આવ્યા નજર, જુઓ વીડિયો

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનના દુનિયાભરમાં ચાહકો છે, આ ઉંમરે પણ અમિતાભ બચ્ચન અભિનયમાં પોતાનો જીવ રેડી દેતા હોય છે, બોલીવુડમાં તેમની ફિલ્મો પડદા ઉપર ધૂમ મચાવતી હોય છે, તે નાના પડદા ઉપર પણ કોણ બનેગા કરોડપતિથી દર્શકોનું દિલ જીતે છે, ત્યારે હવે અમિતાભ બચ્ચન ગુજરાતી સિનેમામાં પણ જોવા મળવાના છે.

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન 19 ઓગસ્ટના રોજ આવનારી ગુજરાતી ફિલ્મ “ફક્ત મહિલાઓ માટે”માં મહેમાન કલાકારની ભૂમિકામાં જોવા મળવાના છે. ત્યારે ગુજરાતી દર્શકો પણ આ ફિલ્મને લઈને ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. અમિતાભ બચ્ચનની આ ફિલ્મને લઈને ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી છે અને ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

“ફક્ત મહિલાઓ માટે” ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે આનંદ પંડિત. તેમને અમિતાભ બચ્ચનના ગુજરાતી ફિલ્મમાં કામ કરવા વિશે જણાવ્યું હતું કે, “‘ફક્ત મહિલાઓ માટે’ ફિલ્મનો આઈડિયા સાંભળીને અમિતાભ બચ્ચને કહ્યું કે હું આ ફિલ્મમાં કામ કરીશ. તેઓને મારામાં વિશ્વાસ છે માટે તેઓ આ ફિલ્મ કરશે. અમિતાભ બચ્ચન પહેલી વખત ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે.”

આ ફિલ્મની અંદર અમિતાભ બચ્ચન ઉપરાંત તમને પ્રખ્યાત ગુજરાતી કલાકારો ભાવિની જાની, દીક્ષા જોશી અને યશ સોની પણ જોવા મળશે. આ ફિલ્મ 19 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ ભલે “ફક્ત મહિલાઓ માટે” હોય પરંતુ આ ફિલ્મ દરેક વ્યક્તિ જોઈ શકે તેવી બનાવવામાં આવી છે, ત્યારે દર્શકો પણ આ ફિલ્મને લઈને ખુબ જ ઉત્સાહિત છે.

 

View this post on Instagram

 

A post shared by Vaishal Shah (@vaishalshah7)

આનંદ પંડિતે વધુમાં જણાવ્યું હતું કે, “‘ગુજરાતી ભાષા સાથેની તેમની સરળતાથી દરેકને આશ્ચર્ય થયું હતું પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ ભાષાશાસ્ત્રી છે અને વિવિધ ભાષાઓની ઊંડાઈ પણ એકદમ સહેલાઈથી પકડી લે છે. મને યાદ છે કે તેમને ‘લાવારિસ’માં જોયા હતા જ્યાં તેઓ એક હાસ્ય દ્રશ્યમાં ઘણી ભાષાઓ બોલતા હતા અને મને ત્યારે થોડી ખબર હતી કે એક દિવસ, તેઓ મારી પોતાની ગુજરાતી ફિલ્મ માટે કેમેરાનો સામનો કરશે! હંમેશની જેમ, તેમણે પોતાના પ્રોફેશનલીઝમ અને જાદુઇ કરિશ્માથી બધાને ચોંકાવી દીધા હતા”

જય બોડાસ દ્વારા દિગ્દર્શિત, આનંદ પંડિત અને વૈશાલ શાહ દ્વારા સંયુક્ત રીતે નિર્મિત આ ફિલ્મ એક સંપૂર્ણ ફેમલી ડ્રામા કોમેડી ફિલ્મ છે. આનંદ પંડિતે જણાવ્યું હતું કે, “ફક્ત મહિલાઓ માટે એ એક સામાજિક કોમેડી છે અને તે મુદ્દાઓને સંબોધિત કરે છે જેનાથી પ્રેક્ષકો અને ખાસ કરીને તમામ મહિલાઓ ઓળખી શકશે. અમે એક મહત્વપૂર્ણ સામાજિક સંદેશો એવી રીતે પ્રચાર કર્યા વિના લાવી રહ્યા છીએ જે લોકોને હસાવશે અને વિચારતા પણ કરશે. આ ફિલ્મ મારા માટે પણ ખૂબ જ ખાસ છે કારણ કે “ચેહરે” પછી હું ફરી એક વાર અમિત જી સાથે કામ કરી રહ્યો છું.”

Niraj Patel