બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની એન્જિયોપ્લાસ્ટી કરાઇ હોવાની ખબર FAKE

તાજેતરમાં જ અમિતાભ બચ્ચનની તબિયતને લઈને ઘણી બાબતો સામે આવી. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો કે 81 વર્ષના બિગ બીની તબિયત સારી નથી અને તેમના પગમાં લોહીનો ગઠ્ઠો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, અભિનેતાની એન્જીયોપ્લાસ્ટીના સમાચાર પણ સામે આવ્યા હતા. પરંતુ અમિતાભ બચ્ચન સાથે જોડાયેલી આ બધી વાતો સાવ ખોટી છે.

અભિનેતા એકદમ સ્વસ્થ છે. તેમણે પોતે જ આ સમાચારોને ફેક ન્યૂઝ ગણાવ્યા. અમિતાભ બચ્ચન શુક્રવારે રાત્રે પુત્ર અભિષેક બચ્ચન સાથે ISPLના સમાપન સમારોહમાં પહોંચ્યા હતા. જ્યાં પેપ્સે તેમને સ્પોટ કર્યા હતા. આ પછી તેમણે પોતે સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક તસવીર પોસ્ટ કરી.

જેમાં તે સચિન તેંડુલકર અને અભિષેક બચ્ચન સાથે સ્ટેડિયમમાં બેઠેલા જોવા મળે છે. જ્યારે પેપ્સે અમિતાભ બચ્ચનને જોયા, ત્યારે બધાએ અભિનેતાને એક જ પ્રશ્ન પૂછ્યો. જ્યારે મીડિયાકર્મીઓએ અમિતાભ બચ્ચનને તેમની તબિયત વિશે પૂછ્યું તો બિગ બીએ કહ્યું, ‘હું બિલકુલ ઠીક છું. આ બધા ફેક ન્યૂઝ છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

ત્યારે સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ ખુશ થઈ ગયા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં મેગા બજેટ ફિલ્મોમાં જોવા મળશે. તેમની પ્રભાસ સાથે ‘કલ્કી 2898AD’, રજનીકાંત સાથે ‘થલાઈવર 170’ અને રણબીર કપૂર સાથે ‘બ્રહ્માસ્ત્ર ભાગ 2 દેવ’ આવનારા સમયમાં રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina