આ પેઇન્ટિંગનો ભાવ જાણો છો? આંખે અંધારા આવી જશે એટલી મોંઘી છે…આટલા ભાવમાં તો તમે ગાડી બંગલો બધું જ ખરીદી શકો
અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે. અમિતાભ બચ્ચનની દરેક પોસ્ટ તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે અને તેમના પર પ્રેમ વરસાવતા હોય છે. તેવામાં અમિતાભ બચ્ચને ફરી એકવાર પોતાની તસવીર શેર કરી છે જેના પર લોકો પ્રેમ વરસાવતા જોવા મળી રહ્યા છે. અમિતાભ બચ્ચને દિવાળીના અવસર પર એક ફેમિલી તસવીર શેર કરી છે જેમાં તેમના પરિવારના દરેક સભ્યો જોઈ શકાય છે.
તસવીરમાં આખો બચ્ચન પરિવાર ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. તેમજ દરેકની નજર દિવાલ પર લાગેલી બુલ પેઇન્ટિંગ પર સ્થિર છે. અમિતાભ બચ્ચનના ઘરની દિવાલ પર આ બુલ પેઇન્ટિંગની કિંમત 4 કરોડ રૂપિયા છે. આ બુલ આર્ટ મનજીત બાવા દ્વારા બનાવવામાં આવી છે. મનજીત સૂફી દર્શન અને પૌરાણિક કથાઓથી પ્રેરિત હોવાનું માનવામાં આવે છે. મનજીતનું વર્ષ 2008માં નિધન થયું હતું. વિશ્વભરમાં બાવાની કળાની કિંમત સામાન્ય રીતે લગભગ ત્રણથી ચાર કરોડ રૂપિયા જેટલી હોય છે. તેઓ પ્રકૃતિ અને વાંસળીની પેઇન્ટિંગ માટે જાણીતા છે.
બુલ આર્ટ શક્તિ, ઝડપ, વર્ચસ્વ, આશા અને સમૃદ્ધિ દર્શાવે છે. ઓફિસ કે ઘરના ખૂણામાં બુલને રાખવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિમાં ગતિ આવે છે. અમિતાભ બચ્ચનની તસવીરમાં તેમની સાથે જયા બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, આરાધ્યા બચ્ચન, શ્વેતા બચ્ચન અગસ્ત્ય નંદા અને નવ્યા નવેલી નંદા નજર આવી રહ્યા છે. તસવીર શેર કરતા બિગ બીએ લખ્યું કે- ‘ફેમિલી પ્રેઝ એન્ડ સેલિબ્રેટ ટુગેધર. આ શુભ અવસર પર શુભકામનાઓ. હેપ્પી દિવાળી.
બિગ બીની આ પોસ્ટ પર 8 લાખથી વધુ લાઈક્સ આવી છે. અમિતાભ તેમના પરિવારને ખૂબ પ્રેમ કરે છે અને અવારનવાર તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અમિતાભ બચ્ચન આ દિવસોમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની 13મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે. આ સિવાય બિગ બી ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં જોવા મળવાના છે.
અગાઉ અભિનેતા ચેહરે ફિલ્મમાં જોવા મળ્યા હતા જેમાં ઈમરાન હાશ્મી, રિયા ચક્રવર્તી અને ક્રિસ્ટલ ડિસોઝા સ્ટારર સસ્પેન્સ થ્રિલર ફિલ્મ હતી. આ ફિલ્મ વિશે ઘણી ચર્ચાઓ થઈ હતી, પરંતુ તેની રિલીઝ પછી, તે દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ સાબિત થઈ.