ખબર

અમિતાભ અને દીકરો અભિષેક કોરોના ઝપટે ચડ્યા, રિપોર્ટ પોઝિટીવ અને ઐશ્વર્યા-જયા બચ્ચન તો…

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના ટોપ 1 એક્ટર અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન કોવિડ 19 પોઝિટિવ આવ્યા છે. અમિતાભને ગઈકાલે શનિવારે રાત્રે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. 77 વર્ષીય અમિતાભે મોડી રાત્રે 10:52 વાગ્યે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.

બિગ-બી સંક્રમિત થયા પછી તેમના ફેમિલી અને સ્ટાફનો પણ ટેસ્ટ કરાયો હતો. અમિતાભને કોરોના સંક્રમણના લક્ષણ છે કે નહીં, એ વિશે હજુ કશું સ્પષ્ટ નથી. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યાનુસાર, તેમની તબિયત સારી છે. તેઓ ઝડપથી સાજા થઈ જશે. શહેનશાહે ટ્વિટ કરીને માહિતી આપી છે કે, ‘હું કોરોના પોઝિટિવ આવ્યો છું. મને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હોસ્પિટલ પણ સંબંધિત ઓથોરિટીને સૂચિત કરી રહી છે. મારા પરિવાર અને સ્ટાફના પણ ટેસ્ટ કરાવાયા છે. તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. છેલ્લા 10 દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને હું ટેસ્ટ કરાવવાનો આગ્રહ કરું છું.’

તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચનની ડેબ્યૂ વેબ સીરીઝ બ્રીધ ઇંટુ દ શેડોઝ 10 જુલાઇના રોજ પ્રાઈમ વિડીયો પર રિલીઝ થઇ ચુકી છે. છેલ્લાં કેટલાંક દિવસથી અભિષેક આ વેબ સીરીઝના ડબિંગ માટે સ્ટુડિયોમાં જતો હતો. અભિષેક ઘણી વાર ડબિંગ સ્ટુડિયોની બહાર માસ્ક લગાવેલ સ્પોટ થયો હતો. અભિષેક બચ્ચને પણ ટ્વીટ કરીને પોતે કોવિડ પોઝિટીવ હોવાની વાત જણાવી છે.

બૉલીવુડ શહેનશાહ અમિતાભ સિવાય ઘણા બોલિવુડ સ્ટાર્સ આ ખતરનાક વાયરસની ઝપટમાં આવી ચૂકયા છે. સૌથી પહેલાં વિદેશથી આવેલી કનિકા કપૂર કોવિડ વાયરસ થઇ હતી અને ત્યારબાદ તો કિરણ કુમાર, કરીમ મોરાની અને તેમની બંને દીકરીઓ જોઆ અને શાજા મોરાની સહિત તમામ સેલેબ્સ કોવિડ નો રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.