ખબર

ગૃહમંત્રી અમિત શાહ અચાનક મોડી રાત્રે AIIMSમાં દાખલ કરાયા, કારણ જાણીને ચકિત થઇ જશો

મોદી સરકારના ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા થોડાક સમયથી હેલ્થની પ્રોબ્લેમને લઈને સામનો કરી રહ્યાં છે. ગઈકાલે શનિવારે મોડી રાતે 11 વાગે અમિત શાહને ફરીથી દિલ્હીની AIIMS માં દાખલ કરાયા છે. અમિત શાહે તાજેતરમાં જ કોરોના વાયરસ (Corona Virus) ને માત આપી હતી. હાલ તેઓ એમ્સ (AIIMS) ના કાર્ડિયો ન્યૂરો ટાવરમાં દાખલ છે.

સૂત્રો પ્રમાણે અમિત શાહ કોવિડ વાયરસથી સ્વસ્થ થયા બાદ શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા છે. એઈમ્સના એક સૂત્રએ જણાવ્યું હતું કે અમિત શાહ થોડોકે ટાઈમ હોસ્પિટલમાં એડમિટ રહે તે જ સારું છે, અહીં દેખરેખ હેઠળ તેમની સારવાર થઇ શકે. અત્યારે અમિત શાહને એઈમ્સમાં કાર્ડિયો ન્યુરો ટાવરમાં દાખલ કરવામાં આવ્યા છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.