ખબર મનોરંજન

બોલીવુડનો આ દિગ્ગજ અભિનેતા આવ્યો ગુજરાતના પ્રવાસે, પત્ની સાથે સાસણગીરમાં મનાવશે એનિવર્સરી 

બોલીવુડના દિગ્ગજ અભિનેતા આમિર ખાન ગુજરાતના પ્રવાસે આવ્યો હોવાની માહિતી મળી રહી છે. તે પ્રાઇવેટ પ્લેન મારફતે પોરબંદર એરપોર્ટ ઉપર ઉતર્યો અને ત્યાંથી પરિવાર સાથે સાસણ ગીર જવા માટે રવાના થયો હતો.

આમિર ખાનને જોવા માટે પોરબંદર એરપોર્ટ ઉપર લોકોના ટોળા જામી ગયા હતા.  આ સાથે જ એવી માહિતી પણ આવી રહી છે કે આમિર ખાન પોતાની એનવર્સરી સાસણ ગીરની અંદર જ ઉજવવાનો છે.

પોરબંદર એરપોર્ટ ઉપર આમિર ખાને ઘણો સમય વિતાવ્યો હતો. સાથે ત્યાં લગાવવામાં આવેલા પેઈન્ટિંગ્સ ને પણ ખુબ જ બારીકીથી નિહાળ્યા હતા જે આપ અહીં આપેલ તસવીરોમાં જોઈ શકો છો.

આમિર ખાનની પોરબંદર એરપોર્ટ ઉપરની ઘણી તસવીરો પણ વાયરલ થઇ રહી છે. જેમાં તે પેઈન્ટિંગ્સ નિહાળતો જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત બીજી કેટલીક તસ્વીરોમાં તે પોતાના પરિવાર સાથે જોવા મળી રહ્યો છે. જેમાં તેની પત્ની કિરણ અને બાળકો પણ દેખાઈ રહ્યા છે.

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે પોતાની એનવર્સરી મનાવવા માટે ખાસ સાસણ ગીરના પ્રવાસે આવ્યો છે. સાસણ ગીરમાં તે જંગલ સફારીનો પણ આનંદ માણી શકે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)