ગુજરાત ભુજના ચિરાગે કર્યુ એવું કામ કે દેશ સાથે સાથે છવાઇ ગયો અમેરિકામાં પણ…તેની ઇમાનદારી પર થઇ અમેરિકન મહિલા આફરીન

ખરેખર અદભુત, ગુજરાત ભુજના ચિરાગે કર્યુ એવું કામ કે દેશ સાથે સાથે છવાઇ ગયો અમેરિકામાં પણ…તેની ઇમાનદારી પર થઇ અમેરિકન ભૂરી – વાંચો શું છે મામલો

આપણા દેશમાં એક વાક્ય ઘણું પ્રચલિત છે, જે છે અતિથિ દેવો ભવ. ભારતમાં અતિથિને દેવની ઉપમા આપવામાં આવી છે અને મહેમાનને ખૂબ ઊંચા દરજ્જે પણ રાખવામાં આવે છે. ત્યારે આ વાતને આજે એક ભુજના યુવકે સાર્થક કરી છે અને તેની ઇમાનદારી જોઈ તો એક અમેરિકન દંપતી પણ ભાવુક થઈ ગયું હતું. જો કે, આ વાત તમે પણ જાણશો તો તમારી પણ છાતી ગજગજ ફૂલી જશે. એક અમેરિકન કપલ ભારત ફરવા માટે આવ્યુ હતુ અને તે યુટ્યૂબર દંપતી જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમનું વોલેટ ભૂલી ગયા હતા.

આ વોલેટમાં ઘણા મહત્વના ડોક્યુમેન્ટ અને રોકડ પણ હતી. જોકે, આ વાતની જાણ તેમને નહોતી કે તેઓ તેમનું વોલેટ ભૂલી ગયા છે. પણ પાંચેક દિવસમાં જે તેમને તેમનું વોલેટ પરત મળ્યુ હતુ. આ વોલેટ કેવી રીતે પરત મળ્યુ તેની જ અમે તમને જાણકારી આપી રહ્યા છે. જણાવી દઇએ કે, ભુજનો એક યુવાન કે જેનું નામ ચિરાગ રાજગોર છે તેણે અમેરિકન દંપતીનું વોલેટ તેમને સોંપ્યું હતુ. ચિરાગ રાજકોટ ભુજના રેલવે સ્ટેશન પર રેસ્ટોરન્ટ ચલાવે છે. તેનો પરિવાર છેલ્લા ચાલીસ જેટલા વર્ષથી ભુજમાં રહે છે અને ચાર વર્ષથી તે રેસ્ટોરન્ટ પર બેસે છે.

ભુજ-પૂણે ટ્રેનમાં 20 ડિસેમ્બરના રોજ તેના કોઇ પરિવારનો સભ્ય આવવાનો હોવાથી તેમને લેવા ગયો ત્યારે ટ્રેનની સીટ નીચેથી એક વોલેટ મળ્યુ અને આસપાસ નજર કરી તો ત્યાં કોઈ હતુ નહિ. જે બાદ ચિરાગે વોલેટમાં ડોક્યુમેન્ટ્સ હતા તે આધારે દંપતીનો સંપર્ક કર્યો. આ વોલેટમાં અમેરિકાનું ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ ATM ડેબિટ કાર્ડ અને અંદાજે 15 હજાર જેટલા રોકડા પૈસા હતા. જે દંપતીનું વોલેટ ખોવાયુ હતુ તે યૂટયૂબ ચેનલ ચલાવે તેના 20 જેટલા કાર્ડ હતાં.

તેમાંથી તેમનું ઇન્સ્ટાગ્રામ અને ઈમેલ આઈડી મળ્યા બાદ ચિરાગે ઇમેલ આઈડી પર મેસેજ કર્યો અને કહ્યુ કે, તેને તેમનું વોલેટ મળ્યું છે, જેમાં ATM કાર્ડ સહિત ઘણા ડોક્યુમેન્ટ્સ છે. ત્યારે આગળથી મેસેજ આવ્યો, જેમાં લખ્યુ હતુ કે- તમારી પાસે રાખો, અમે ભુજથી આગળ નીકળી ગયા છીએ. 24 ડિસેમ્બરે અમે પરત આવીશું ત્યારે આ વોલેટ પરત લઈ લઈશું. અમેરિકન દંપતીએ એક વીડિયો શેર કરીને કહ્યું હતુ કે,

ભારતમાંથી ઘણા ખરાબ સમાચાર આવે છે પણ અહીં વધારે સારા અનુભવ થાય છે ભારત એક સુંદર દેશ છે. આ વીડિયો ચિરાગ રેસ્ટોરન્ટ એન્ડ સ્ટોર નામના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો.જે દંપતીનું વોલેટ ખોવાયુ હતુ, તેઓ સ્ટેફની અને પીટર હતા, તેઓ એક અમેરિકન કપલ છે અને થોડા દિવસ પહેલાં જ ભારત ફરવા આવ્યાં હતાં. જણાવી દઇએ કે, યૂટયૂબર દંપતિએ ચિરાગનો આભાર માન્યો હતો અને ટીપ પણ આપી પણ ચિરાગે કહ્યુ કે, નો મેમ.. સ્ટેફનીએ ચિરાગને ખૂબ જ દયાળુ પણ કહ્યો હતો.

Shah Jina