47 વર્ષની ઉંમરમાં આ ફેમસ સિંગરનું મોત, પોલીસ પણ ફફડી ઉઠી, જુઓ તસવીરો

પોતાના ગીતોથી દુનિયાભરના લોકોને મંત્રમુગ્ધ કરનાર સિંગર મંડીસાનું નિધન થયું છે. તેના આકસ્મિક નિધનથી ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હાલ તો તેના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. તે 47 વર્ષની હતી અને તેને અમેરિકન આઈડલ સ્ટાર માનવામાં આવતી. તેણે તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ગ્રેમી એવોર્ડ પણ જીત્યો હતો. પરંતુ સિંગરના આકસ્મિક નિધન બાદ ચાહકો આઘાતમાં છે.

હાલ તો પોલિસ આ કેસની તપાસ કરી રહી છે. જણાવી દઇએ કે, કેલિફોર્નિયામાં જન્મેલ મંડીસા હંડલેએ ઘણા હિટ ગીતો ગાયા છે. સિંગરના ઘણા ચાહકો હજુ પણ માનવા તૈયાર નથી કે તે હવે આ દુનિયામાં નથી રહી. ફ્રેન્કલિન પોલીસ આ કેસની અલગ-અલગ એંગલથી તપાસ કરી રહી છે અને મોતનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે.

જ્યારે તે નેશવિલેની ફિસ્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી તે દરમિયાન તેણે સિંગિંગ સ્કિલ્સ પર કામ કર્યુ. વર્ષ 2006માં તે પહેલીવાર ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે અમેરિકન આઈડલની 5મી સીઝનમાં ભાગ લીધો હતો. ભલે તે આ શો જીતી ન શકી પરંતુ તેણે ફેન્સના દિલમાં જગ્યા બનાવી લીધી. આ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.

વર્ષ 2007માં તેણે ટ્રુ બ્યુટી નામના આલ્બમથી તેની કારકિર્દીની શરૂઆત કરી. આ પછી તેણે 2008માં ઇટ્સ ક્રિસમસ, 2009માં ફ્રીડમ, 2011માં વોટ ઇફ વી વર રિયલ, 2013માં ઓવરકમ અને 2017માં આઉટ ઓફ ધ ડાર્ક જેવા આલ્બમ્સ બહાર પાડ્યા. આ આલ્બમ્સ પણ ઘણા હિટ રહ્યા હતા.

Shah Jina