ખબર

અમદાવાદીઓ જો સોસાયટીઓમાં ધૂળેટી રમ્યા તો ગટર-પાણી કનેક્શન થઈ જશે કટ, AMC એ લીધો મોટો નિર્ણય

છેલ્લા ૧ મહિનાથી ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે, એમાં ગુજરાત સરકારે 28 માર્ચ અને 29 માર્ચના રોજ હોળી-ધૂળેટીના ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવા પર પ્રતિબંધ મુક્યો છે અને જો ગાઈડલાઈનેનો ભંગ કર્યો તો પોલીસ કડક કાર્યવાહી કરશે. એવામાં સમાચાર આવી રહ્યા છે કે જો અમદાવાદમાં મોટી સોસાયટીઓમાં લોકો હોળી રમતાં પકડાશે તો તેમના વિસ્તારની ગટર અને પાણીના કનેક્શન કાપી નાખવામાં આવશે.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં હોળી-ધૂળેટીના તહેવારોમાં ક્લબ, સ્વિમિંગ પુલ, પાર્ટી પ્લોટ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. સમાજની વાડીઓમાં થતી ઉજવણી પર પણ બંધ રહેશે.

સાથે જ મંદિરો, હવેલીમાં થતી ઉજવણી પણ બંધ રાખવા આદેશ કર્યો છે. કોઈ પણ વ્યક્તિ પબ્લિક પ્લેસ પર ધુળેટી રમી શકશે નહીં. કારણ કે અમદાવાદ મનપા દ્વારા જાહેર રસ્તાઓ પર ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશનની 200થી વધુ ટીમો શહેરના રસ્તાઓ પર વોચ રાખશે અને કોઈ પણ વ્યક્તિ નિયમ ભંગ કરશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે.

તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારે હોળી પ્રગટાવવા માટે માત્ર મર્યાદિત સંખ્યામાં જ લોકો હાજર રહી શકે તેની મંજૂરી આપી છે. જ્યારે ધૂળેટી પર રંગો ઉછાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે.