ઈશા અંબાણીની ખુશીઓમાં દીકરા વહુ સાથે સામેલ થયા મુકેશ અંબાણી અને નીતા અંબાણી, શ્લોકા મહેતાએ રોયલ એથનિક લુકથી વધારી લાઇમ લાઈટ
એશિયા અને ભારતના સૌથી ધનવાન પરિવારમાં સુમાર મુકેશ અંબાણી હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલો રહેતો હોય છે. પેપરાજી પણ તેમની દરેક પ્રતિક્રિયા પર નજર રાખતા હોય છે અને તેમની તસવીરો તેમજ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ થવાની સાથે જ વાયરલ થઇ જતા હોય છે. ત્યારે હાલમાં જ સમગ્ર અંબાણી પરિવાર ઇન્ડિયન ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યો હતો. જેનો વીડિયો અને તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને તેના પતિ પિરામલે પોતાના ઘરે વેલકમ બેશનું આયોજન કર્યું હતું. જેમાં સામેલ થવા માટે ઘણા લોકો આવી પહોંચ્યા હતા. ત્યારે અંબાણી પરિવાર પણ દીકરીના ઘરે આયોજિત આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પોતાના પરિવાર સાથે આવી પહોંચ્યા હતા. પૌત્ર પૃથ્વી પણ દાદા મુકેશ અંબાણીની આંગળી પકડીને જોવા મળ્યો હતો.
મુકેશ અંબાણી અને નીતા અંબાણી પરિવાર સાથે તેમની દીકરી ઈશા અંબાણી અને તેમના પતિ આનંદ પીરામલના વર્લીના ઘરે જોવા મળ્યા હતા. આ દરમિયાન અંબાણી પરિવાર રોયલ્ટી અને લાવણ્ય સાથે પારંપારિક પોશાકમાં જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે ઈશા અંબાણીએ તેના ઘરે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. મુકેશ અંબાણી તેમના આખા પરિવાર સાથે દીકરીના ઘરે હાજરી આપવા પહોંચ્યા હતા.
મુકેશ અને નીતા અંબાણી તેમના દીકરા આકાશ અંબાણી, પુત્રવધૂ શ્લોકા અને પૌત્ર પૃથ્વી અંબાણી સાથે તેમની દીકરીની ખુશીમાં સામેલ થયા હતા. મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી, શ્લોકા અંબાણી અને તેમનો પુત્ર પૃથ્વી એથનિક આઉટફિટમાં રોયલ લાગતા હતા. દીકરીની પાર્ટીમાં હાજરી આપવા આવેલા નીતા અંબાણીએ સુંદર એમ્બ્રોઇડરી સાથે બ્લુ સિલ્કની સાડી પહેરી હતી. તેના વાળ બનમાં બાંધેલા હતા અને તેણે ભારે ઘરેણાં પણ પહેર્યા હતા.
આ પ્રસંગે મુકેશ અંબાણીએ બ્લુ કલરનો કુર્તા પાયજામા પહેર્યો હતો અને આકાશ અંબાણીએ સી ગ્રીન કુર્તા પાયજામા સેટ પહેર્યો હતો. તે જ સમયે, નાના અંબાણી એટલે કે પૃથ્વી અંબાણી પીળા રંગના કુર્તામાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. તે તેના દાદા મુકેશનો હાથ પકડેલો જોવા મળ્યો હતો. અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા આ દરમિયાન ખૂબ જ સુંદર લાગી રહી હતી.
શ્લોકાએ નણંદની પાર્ટીમાં પણ પરંપરાગત પોશાક પહેર્યો હતો. આ દરમિયાન શ્લોકા યલો કલરના ફૂલ સ્લીવ્ઝ ટોપ અને સ્કર્ટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. મુકેશ અંબાણીની માતા કોકિલા બેન પણ પૌત્રી ઈશા અંબાણીની પાર્ટીમાં સામેલ થયા હતા. આ દરમિયાન તે સાડી લુકમાં પણ જોવા મળી હતી. એક ફ્રેમમાં જોવા મળેલો અંબાણી પરિવાર આ દરમિયાન ઘણો ખુશ દેખાતો હતો.
View this post on Instagram