ફરીથી ગુજરાત થશે રેલમછેલ, હજુ પણ વરસાદનો ખતરો ટળ્યો નથી, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની વધુ એક ભયાનક આગાહી

ગુજરાતને ફરી રેલમછેલ કરશે મેઘરાજા! અંબાલાલ પટેલની રાજ્ય પર આવનારી સિસ્ટમ અંગે આગાહી, ભૂકકા બોલાવશે વરસાદ

Ambalal Patel’s 30 day rainfall forecast : હાલ ગુજરાતની અંદર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, છેલ્લા 4-5 દિવસથી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે જોવા મળ્યું અને જૂનાગઢમાં વરસાદના કારણે જે હાલત થઇ તે આપણે બધાએ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોઈ છે, આ ઉપરાંત બીજા પણ ઘણા વિસ્તારની અંદર પાણી ભરાઈ જવા અને પૂર જેવી સ્થિતિ પણ ઉભી થઇ છે.

સતત 30 દિવસ વરસાદની આગાહી :

હવામાન વિભાગ અને અંબાલાલ દ્વારા આગાઉ આ વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી હતી, તે લગભગ સાચી પડતી જોવા મળી છે, ત્યારે હવે આગામી સમયમાં પણ વરસાદને લઈએં અંબાલાલ પટેલે એક ચોંકાવનારી આગાહી કરી છે, જેના કારણે ગુજરાતીઓમાં પણ ચિંતાનો વિષય છે, અંબાલાલ પટેલે વરસાદની સતત 30 દિવસ સુધીની આગાહી કરી છે. આ વર્ષે ચોમાસુ થોડું મોડું બેઠું છે, ગુજરાતમાં 27 જૂન બાદ વરસાદ શરુ થયો છે, પરંતુ ત્યારબાદ વરસાદના જે બે રાઉન્ડ જોવા મળ્યા અને હાલ ત્રીજા રાઉન્ડમાં પણ જે વરસાદ થયો છે તેના કારણે સીઝનના કુલ વરસાદ કરતા પણ વધુ વરસાદ ખાબકી ચુક્યો છે.

હાલ બન્યું ડીપ ડિપ્રેશન :

અંબાલાલે આગામી સમયમાં વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ ડીપ ડિપ્રેશન બન્યું છે જેના કારણે 22 જુલાઈથી 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે.તેમને જણાવ્યું કે બંગાળની ખાડીમાં બનેલું વાહન ગુજરાત સહિત દેશના અલગ અલગ ભાગોમાં વરસાદ લાવશે, આ સાથે જ અરબ સાગરનો ભેજ પણ મળવાના કારણે 30 જુલાઈ સુધીમાં સમગ્ર દેશ સહીત ગુજરાતના પણ ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ વરસવાની સંભાવના છે.

ઓગસ્ટમાં પણ ધોધમાર :

અંબાલાલે એમ પણ જાણવ્યું કે હવાના હળવા દબાણ રાજસ્થાન એ પાકિસ્તાન તરફ રહેવા જોઈએ તેના બદલે હવાનું દબાણ ગુજરાત અને બંગાળના ઉપસાગર પણ રહેશે અને આ કારણે જ તરત વરસાદ આવી શકે છે. ત્યારે અંબાલાલ પટેલ આ પ્રકારના ચોમાસાને નવીન જાતનું અને અજબ ગજબ વાળું ચોમાસુ ગણાવી રહ્યા છે. આ ઉપરાંત તેમને ઓગસ્ટ મહિનામાં 2થી 4 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

Niraj Patel