હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની માવઠા વિશે આગાહી, અમદાવાદ સહીત જાણો ક્યાં માવઠું પડી શકે છે?

જાણો કેવો રહેશે ઉનાળો? અને ક્યાં પડશે વરસાદ?

રાજ્યમાં ગરમ અને સૂકા પવન ફૂંકાતા મહત્તમ તાપમાન વધી રહ્યું છે. જેના કારણે ઉનાળાની શરૂઆતમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તો લઘુતમ તાપમાન નીચું હોવાના કારણે રાતે ઠંડી અને બપોરે આકરી ગરમી પડી રહી છે. દેશ સહિત ગુજરાતના ઘણા ભાગોમાં માર્ચના શરૂઆતના દિવસોમાં ગરમીનો પારો ઉંચો રહ્યો હતો. જ્યારે હવે માર્ચના આગામી દિવસોમાં પશ્ચિમની વિક્ષેપની અસર એક પછી એક આવતી રહેશે. જેના લીધે, દેશના પશ્ચિમોત્તર ભાગોમાં પણ તેની અસર વર્તાશે.

Image Source

પંજાબ-હરિયાણા, રાજસ્થાન, દિલ્હીના ભાગોમાં 7 માર્ચથી ભારે હિમવર્ષા, વરસાદ, પવનની ગતિ સાથે કમોસમી વરસાદની શક્યતા છે. જેની અસરતળે ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાતાવરણમાં પલટા અને માવઠાની આગાહી કરી છે. તો સાથે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે, આ ઉનાળામાં સામાન્ય કરતા તાપમાન ઊંચું રહશે. જો કે, માર્ચ મહિનામાં પહેલા સપ્તાહમાં તાપમાન 38 ડિગ્રી તાપમાન નોંધાયુ છે અને આગામી દિવસમોમાં પણ ગરમીનું પ્રમાણ વધશે.

Image Source

શિયાળા દરમિયાન પણ વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદ થયો હતો. જેના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે, ઉનાળામાં પણ વારંવાર વાતાવરણ પલટો આવવાની શકતા છે.

તમને જણાવી દઇએ કે, સૌ પ્રથમ હવામાન આગાહી અંબાલાલ પટેલે 1980માં કરી હતી. અંબાલાલ પટેલે ખેડુતોને કૃષિ પાક માટે મદદના હેતુથી હવામાનની આગાહી કરવાનું શરૂ કર્યું હતું.

Shah Jina